
વોલીબોલમાં નવસારી જિલ્લાના ખેલાડીઓ સ્ટેટ રેફરી બન્યા
- Sports
- December 27, 2024
- No Comment
ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસીએશન ના નેજા હેઠળ સુરત ખાતે સ્ટેટ રેફરી સેમિનાર અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જીલ્લા વોલીબોલ એસોસીએશન ના રેફરીઓ ડો.સંજયભાઈ પટેલ એસ.એસ.અગ્રવાલ કોલેજ નવસારી, ડૉ. સુર્યાંગભાઈ ટંડેલ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, ચીખલી અને પ્રો. બીપીનભાઈ પટેલ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ, ખેરગામ ના પ્રાધ્યાપકો સ્ટેટ રેફરીની પરીક્ષામાં ઉતીર્ણ થઈ સમગ્ર રાજયમાં નવસારી જીલ્લાનું નામ ગૌરવંત કરેલ છે.
આ સિદ્ધિ બદલ નવસારી જીલ્લા વોલીબોલ એસોસીએશનના પ્રમુખ ફરેદુન મિર્ઝા,બોમી જાગરદાર અને ડો. મયુર પટેલે તમામ ઉત્તીર્ણ થયેલ સ્ટેટ રેફરી ઓને આવનારા વર્ષો માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેફરી પરીક્ષા ઓમાં ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને અભિનંદન આપ્યા હતા.