
નવસારી ની દીકરી નું છત્તીસગઢ માં કરાયું સન્માન:પ્રીતિ માલુ ને પહેલી રોટી ગાય કી અભિયાન માટે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ અપાયો
- Local News
- December 27, 2024
- No Comment
નવસારી થી શરૂ થયેલું પહેલી રોટી ગાય કી અભિયાન હવે રાજ્ય ના સીમાડા વટાવી રહ્યું છે.ગૌસેવા માટે વિશેષ અભિયાન હાથ ધરનાર નવસારી ની દીકરી પ્રીતિ માલુ ને છત્તીસગઢ રાજ્ય ના ખેરાગઢ ખાતે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ એનાયત કરાયો હતો.
નવસારી શહેર ના જૈન પરિવાર ની દીકરી પ્રીતિ માલુ દ્વારા ભુલાઈ રહેલી સંસ્કૃતિ ને પુનઃ યાદ કરાવવા પહેલી રોટી ગાય કી અભિયાન શરૂ કરાયું છે.ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક ઘર માં બનતી રસોઈ વેળા પહેલી ગૌમાતા માટે બનાવવામાં આવતી હતી.અને તે રોટલી ગાય માતા ને ભાવ પૂર્વક ખવડાવ્યા બાદ ઘર ના સભ્યો ભોજન કરતા હતા.જે સાંસ્કૃતિક વારસો આજ ના આધુનિક યુગ માં વિસરાઈ રહ્યો છે.આજ ની પેઢી ફરી એ સાંસ્કૃતિક મૂલ્યો તરફ પાછી વળે તે હેતુ થી પહેલી રોટી ગાય કી અભિયાન હાથ ધરાયું હતું.જે અભિયાન માત્ર એક વર્ષ ના ટૂંકા ગાળા માં દક્ષિણ ગુજરાત ની ૭૫ જેટલી શાળાઓ માં શરૂ થયું છે.અને તે શાળાઓ માં અભ્યાસ કરતા એક લાખ થી વધુ બાળકો પહેલી રોટી ગાય કી પોતાના ઘરે થી લઇ ને આવતા થયા છે.બાળકો દ્વારા શાળામાં લવાયેલી રોટલી પ્રીતિ માલુ ની સંસ્થા પ્રીત ફાઉન્ડેશન ના સ્વયમ સેવકો એકત્ર કરી ગૌ શાળા માં ગાયો ને ખવડાવે છે.
પ્રીતિ માલુ દ્વારા શરૂ કરાયેલ પહેલી રોટી ગાય કી અભિયાન ની સુવાસ છત્તીસગઢ સુધી પહોંચી હતી.છત્તીસગઢ રાજ્ય ના રાયપુર નજીક ખેરાગઢ ખાતે શ્રી કમલાબાઇ કન્હૈયાલાલ ડાકલિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોહર ગૌશાળા નું સંચાલન કરવામાં આવે છે.જે સંસ્થા છત્તીસગઢ રાજ્ય માં ગૌ સેવા માટે ખુબજ જાણીતી છે.આ સંસ્થા દ્વારા પાછલા ત્રણ વર્ષો થી જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ એનાયત કરવાની શરૂઆત કરવામાં આવી છે.જે એવોર્ડ છત્તીસગઢ રાજ્ય ના માજી મહામહિમ રાજ્યપાલ અનસૂયા ઉઇકે ને એનાયત કરવામાં આવ્યો હતો.અને હાલ આ એવોર્ડ માટે નવસારી ની દીકરી પ્રીતિ માલુ ના નામ ની પસંદગી કરવામાં આવી હતી.
શ્રી કમલાબાઈ કન્હૈયાલાલ ડાકલિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મનોહર ગૌશાળા (ખેરાગઢ,છત્તીસગઢ) ખાતે વિશેષ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ માં ભારત સરકાર ના જીવ જંતુ કલ્યાણ બોર્ડ ના ડિરેક્ટર સુનીલ માનસિંહકા,ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય રાયપુર ના કુલપતિ ડો.ગિરીશ ચંડેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં પહેલી રોટી ગાય કી અભિયાન માટે પ્રીતિ માલુ ને છત્તીસગઢ રાજ્ય સરકાર ના ગૌસેવા આયોગ ના અધ્યક્ષ વિસેસર પટેલ ના હસ્તે જીવદયા રત્ન અલંકરણ એવોર્ડ એનાયત કરાયો હતો.આ પ્રસંગે પોતાના ઉદબોધન દરમિયાન પ્રીતિ માલુએ પહેલી રોટી ગાય કી અભિયાન છત્તીસગઢ રાજ્યમાં શરૂ કરવા અપીલ કરી હતી.જે અપીલ તે કાર્યક્રમ માં ઉપસ્થિત હજારો લોકો એ સહર્ષ વધાવી લીધી હતી.તેમજ ટૂંક જ સમયમાં આ અભિયાન શરૂ કરવાની ખાતરી પણ આપી હતી.
ભારતીય સંસ્કૃતિ મુજબ ઘરમાં બનતી પહેલી રોટી ગાયને અપાતી આજ ના આધુનિક યુગમાં ભુલાઈ તેમજ વિસરાઇ ગયેલ ફરી એકવાર શાળા બાળકો સાથે જોડી ઘર ઘર સુધી ફરી એકવાર યાદ કરાવી આ પરંપરા યાદ કરાવી