નવસારી નગરપાલિકાના ઇતિહાસમાં ડોકિયું:1863માં નવસારી નગરપાલિકાની સ્થાપના,1906માં સ્વાયત્ત સંસ્થા બની, 1924માં પ્રમુખ ચૂંટવાનો પ્રથમવાર હક્ક મળ્યો

નવસારી નગરપાલિકાના ઇતિહાસમાં ડોકિયું:1863માં નવસારી નગરપાલિકાની સ્થાપના,1906માં સ્વાયત્ત સંસ્થા બની, 1924માં પ્રમુખ ચૂંટવાનો પ્રથમવાર હક્ક મળ્યો

નવસારી નગરપાલિકા બનાવ્યા બાદ નાગરિકો પર કોઇ કર લાદવામાં આવ્યો ન હતો, વડોદરા રાજ્ય તમામ ખર્ચ ભોગવતું હતુ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ લોકશાહી રાજ્યતંત્રની કરોડરજ્જુ છે. સ્વરાજ્યનો સંદેશો પ્રજાના તમામ સ્તર સુધી પહોંચાડવો હોય તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અનિવાર્ય છે. નવસારી નગરપાલિકાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો સંવત 1919 (ઇ.સ. 1863)માં વડોદરા રાજ્યના અમલ દરમિયાન નવસારી નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. આ નગરપાલિકાને તે સમયના સૂબા(કલેક્ટર)ના નિયંત્રણ હેઠળ મુકવામાં આવી હતી.

સને 1906માં નવસારી નગરપાલિકાને સ્વાયત્ત સંસ્થા બનાવાઇ હતી. જેનો વહીવટ ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. પ્રાંતના સૂબા(કલેક્ટર) આ નગરપાલિકાના પ્રમુખ તરીકે કાર્ય કરતા હતા. ઇ.સ. 1924માં નવસારી નગરપાલિકાને પોતાના પ્રમુખ ચૂંટવાનો પ્રથમવાર હક્ક મળ્યો હતો. નગરપાલિકા વિસ્તારમાં નાગરિકો પર કોઇ કર લાદવામાં આવ્યો ન હતો, પરંતુ વડોદરા રાજ્ય તમામ ખર્ચ ભોગવતું હતુ. 1937 સુધીમાં નવસારીમાં 16 કી.મી. પાકી સડકો બનાવાઇ હતી. રાત્રે દિવાબત્તી માટે 300 ફાનસ રસ્તા પર જુદી-જુદી જગ્યાએ મુકાયા હતા. શહેરની સફાઇ કરવા 50 જેટલા સફાઇ કામદારો નિમવામાં આવ્યા હતા.

આ નગરપાલિકાના આવકના સાધનોમાં ભૂતપૂર્વ વડોદરા રાજ્યની ગ્રાન્ટ, બંદરી જકાત, રખડતા ઢોરો પર લદાતો દંડ, શાક, મચ્છી અને માંસ, માર્કેટનું ભાડું અને નગરપાલિકાની જમીનનું ભાડું સહિતનો સમાવેશ થતો હતો.વડોદરા રાજ્ય તા. 01/05/1949થી મુંબઇ રાજ્યમાં વિલિન થતા નવસારી નગરપાલિકાના વિસ્તારને મુંબઇ મ્યુનિસિપલ બરોઝ, એક્ટ 1925 લાગુ પાડવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી એક કથન મુજબ 2300 વર્ષ પૌરાણિક અને કેટલાક તથ્યો તો એથી પણ પૌરાણિક હોવાનું જણાવે છે મહારાજા સયાજીરાવ ત્રીજા ગાયકવાડ ના શાસન દરમિયાન નવસારી ની સ્થાપના ૧૮૬૩માં વિધિવત સ્થાપના થઈ હતી ગતિમાન થઈ હતી 1886 માં નગરપાલિકા દરજ્જા તરફ આગળ વધવા માંડી હતી. 1919 માં નવસારી મ્યુનિસિપાલિટીની પહેલી નિમણૂક અને શેઠ દિનશાજી રતનજીદાબુ બે વાર વિધિવત પ્રમુખ બન્યા હતા 1924 થી 1945 દરમિયાન દિનશાજી દાબુ અને તેમના પરિવારના ફરામજી ડાબુ નું નવસારી માટે ખૂબ ઊંચું પ્રદાન હતું.ફરામ રોજ દાબુ ચાર વાર પાલિકા પ્રમુખ બન્યા હતા.સને 1960માં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતા તેણે પોતાના પ્રદેશની નગરપાલિકાઓ માટે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 1963 ઘડ્યો, જે તા.01/01/1965થી સમગ્ર રાજ્યમાં અમલમાં મુકાયો હતો. આજદિન સુધી આ કાયદા મુજબ નગરપાલિકાનો વહીવટ ચાલે છે.

28માંથી 6 સભ્ય રાજ્ય તરફથી નિમાતા, 22ને પ્રજા ચૂંટણી થતી હતી

, દર 3 વર્ષે ચૂંટણી થતી પાલિકાના વહીવટ માટે સુધરાઇ કામદાર, નાયબ પોલીસ સૂબા, કાર્યપાલક ઇજનેર, સિવિલ સર્જન, તાલુકા વહીવટદાર અને સરકારી શાળાના વડા શિક્ષક સહિત 6 સભ્ય રાજ્ય તરફથી નિમવામાં આવતા હતા. બાકીના 22 સભ્ય પ્રજામાંથી ચૂંટવામાં આવતા હતા. દર ત્રણ વર્ષે નવી ચૂંટણી યોજાતી હતી.

1985માં નવસારી પાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક હતી 

1981ની વસતિ ગણતરી પ્રમાણે નવસારી નગરપાલિકા વિસ્તારની વસતિ 1,06,664 હતી. નગરપાલિકાનો વિસ્તાર 8.05 ચો. કિ.મી. હતો. 1984-85માં નગરપાલિકાના 11 વોર્ડમાં 40 બેઠક હતી. જેમાં 2 બેઠક અનુ.જાતિ, 7 બેઠક અનુ. જનજાતિ અને 4 બેઠક સ્ત્રીઓ માટે અનામત હતી. પાલિકાનો વહીવટ ચીફ ઓફિસર ચલાવતા હતા.જ્યારે ડોક્ટર ઠાકોરભાઈ રાણા ત્રણવાર પાલિકા પ્રમુખ અને દિનશા ડાબુ બે વાર પાલિકા પ્રમુખ તથા અરવિંદભાઈ દુર્લભભાઈ પટેલ એટલે કે એ ડી પટેલ બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.1983 84 માં પ્રથમ ભારતીય જનતા પક્ષમાંથી રાવજીભાઈ અમીન અને સુરેશભાઈ પરાગજી દેસાઈ પ્રમુખ બન્યા હતા ત્યારબાદ સતત કોંગ્રેસનું રાજ રહ્યું હતું 1998 99 થી સતત ભારતીય જનતા પક્ષનું રાજ આજ સુધી રહેવા પામ્યો છે

પહેલા નવસારી શહેરનું વિતરણ 

નવસારી શહેરમાં વર્ષો પહેલા પશ્ચિમ વિભાગ જલાલપોર ગ્રામ્ય વિસ્તાર નવસારી શહેરમાં ભેળવી દેવામાં આવ્યો હતો બાદમાં નવસારી શહેરને અડી આવેલ વિજલપોર શહેર તથા વિજલપોર નગરપાલિકા વિસ્તાર સમાવેશ કરવામાં આવ્યો હતો નવી નવસારી વિજલપોર નગરપાલિકા અસ્તિત્વ આવી હતી.વર્ષ 21-22 ના વર્ષમાં ફરી એકવાર નવસારી શહેર તેમજ નગરપાલિકા હદ વિસ્તરણ 8 ગામો એવા કાલિયાવાડી,કાછિયાવાડી, કબીલપોર, ચોવિસી,છાપરા ઈટાડવા,વિરાવળ સમાવાયા હતા.

નવસારી વિજલપોર નગરપાલિકા કાર્ય વસ્તી અને કાર્ય વિસ્તાર 

નવસારી-વિજલપોર પાલિકાની 2011ની વસતિ ગણતરી મુજબ 2.92 લાખ હતી, કોરોનાને લઈ 2021ની વસતિ ગણતરી થઈ નથી. જોકે હાલ 4 લાખની વધુ વસતિનો અંદાજ કહીએ તો કદાચ ખોટુ કહી તો ખોટુ નથી. નવસારી શહેર વિસ્તાર એટલે નવસારી વિજલપોર નગરપાલિકા હદ વાત કરીએ તો પશ્ચિમે બોદાલી ગામની જલાલપોર બોર્ડરથી પૂર્વે કબીલપોર હાઇવે સુધી અને ઉત્તરે પૂર્ણાં નદીથી દક્ષિણે ઇટાળવા ચોકડી સુધી 43 ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં શહેર ફેલાયેલ છે. હાલમાં નગરપાલિકામાં કુલ 13 જેટલા વોર્ડ કાર્યરત છે.

નવસારી વિજલપોર મહાનગર પાલિકા

2 ફેબ્રુઆરી 2024ના રોજ નાણામંત્રીએ બજેટમાં કરી મોટી જાહેરાત રાજયભરમાંનવી સાત શહેરોની પાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય કર્યો હતો જેમાં નવસારી વિજલપોર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજરોજ વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જ જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો, તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર,ગાંધીધામ,મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાઓ હતી. આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.

મહાનગરપાલિકા બનાવાની જાહેરાત બાદ નગરપાલિકા હદ વિસ્તરણ

આજુબાજુમાં આવેલ ગામોની એક યાદી રાજ્ય સરકાર તેમજ તેના સંલગ્ન વિભાગ મંગાવતા નગરપાલિકા અડી આવેલા સંભવિત એવા ગામો એરૂ, હાંસાપોર,દાંતેજ, ધારાગીરી, ગણશે સીસોદ્રા નામો યાદી મોકલવામાં આવી છે. હવે ક્યાં ગામનો સમાવેશ રાજ્ય સરકાર તેમજ વહીવટ વિભાગ સમાવેશ કરવામાં આવશે તે જોવું રહ્યું .

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *