
શ્રી શ્રીજી સ્વામિનારાયણ શાળા વલોટીમાં( નઈ સોચ,નઈ ઉડાન,નયા ભારત) થીમ અંતર્ગત વાર્ષિકોત્સવ યોજાયો
- Local News
- January 7, 2025
- No Comment
શાળાના 1100 જેટલા વિદ્યાર્થીઓની 37 જેટલી રંગારંગ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું
શ્રી શ્યામ સુંદર આશ્રમ સંચાલિત સીબીએસસી ઈંગ્લીશ મીડીયમ શ્રી શ્રીજી સ્વામિનારાયણ શાળા નો વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નઈ સોચ,નઈ ઉડાન,નયા ભારત ની થીમ સાથે રંગબેરંગી રોશની, સંગીત ની સુરાવલી વચ્ચે દેશ ભક્તિ ગીત, ડાન્સની ૧૦ સાંસ્કૃતિક કૃતિઓ મનમોહક બની હતી. જેમાં ગણેશ અને નવદુર્ગા સ્તુતિ,પ્રિ પ્રાયમરી વિભાગ ના બાળ ભૂલકાં ની સ્કૂલ ચલે હમ જેવી સાત કૃતિઓ તેમજ કળિયુગ ,રામાયણ જેવા વિવિધ વિષયો ને આવરી લેતી ૨૭ કૃતિ મળી કુલ ૩૭ સંગીતમય કૃતિઓ એ રંગ જમાવ્યો હતો. મોટી સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ ના ભવ્ય પરફોર્મન્સ નિહાળ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ એ છટાદાર સ્પષ્ટ અંગ્રેજી નો પરિચય કરાવ્યો હતો.
કાર્યક્રમમાં આવેલ સંતો એ સંસ્કૃતિ ના જતન સાથે શિક્ષણ ની જ્યોત જગાવનારા શાળા ના મેનેજીંગ ટ્રસ્ટી હરિ સેવક સ્વામી ને બિરદાવ્યા હતા. તે સાથે પ્રાચીન ગુરુકુળ ની પરંપરા ને યાદ કરી હતી. આચાર્ય સુરેશ મિશ્રા એ શાળા શિક્ષણ નો ચિતાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે આનંદ સ્વરૂપ સ્વામી (વડિયા), સંત સ્વામી (ભિલાડ), માધવ સ્વામી(નાશિક), અજય સ્વામી (નાસિક) અને કેશવ મુરલી સ્વામી (વાપી) સહિત સંતો, મહંતો અને સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળા પરીવાર એ વાર્ષિકોત્સવ યાદગાર બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ એ શિષ્ટ અને સંસ્કાર ના દર્શન સાથે ભારતીય પરંપરા જીવંત બનાવી હતી.