
ગણદેવી તાલુકાની બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય અમલસાડ ખાતે યુવા કલાકારો માટે યૂથ પોર્ટ્રેટ પેઈન્ટીંગ શિબિર યોજાઈ
- Local News
- January 7, 2025
- No Comment
અમલસાડ વિભાગ કેળવણી મંડળ,અમલસાડ સંચાલિત બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય,અમલસાડ તથા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી,અમદાવાદ પ્રેરિત નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના સયુંકત ઉપક્રમે યુવા ચિત્રકાર માટે લાઈવ યૂથ પોર્ટ્રેટ પેઈન્ટીંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતની એકમાત્ર ફાઇન આર્ટ સંસ્થાના વિદ્યાર્થીઓની ચિત્રકાર તરીકેની કાર્યશૈલીની નિપુણતા અને લાઈવ પોર્ટ્રેટ પેઈન્ટીંગના ટેકનીકલ તથા કલાત્મક પાસાઓનું જ્ઞાન યુવા ચિત્રકારો ને મળી રહે તે હેતુ થી તા.૦૪.૦૧.૨૦૨૫ થી તા.૧૦.૦૧.૨૦૨૫ સુધી લાઈવ પોર્ટ્રેટ પેઈન્ટીંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે .
આ શિબિરમાં પોર્ટ્રેટ પેઇન્ટિંગના નિષ્ણાંત જબીર કુરેશી અને હિતેન્દ્ર ટંડેલે યુવા ચિત્રકાર દ્વારા રજુ થયેલ લાઈવ પોર્ટ્રેટ પેઇન્ટિંગનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .