
શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારી આયોજિત જશવંતરાય લાલભાઈ નાયક તેજસ્વીતા અભિવાદન 2023 – 2024 સમારોહ યોજાયો
- Local News
- January 16, 2025
- No Comment
શ્રી બૃહદ અનાવેલ સમાજ નવસારી તેજસ્વીતા અભિવાદન સમારંભ નવસારીના રામજી મંદિરના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ શ્રી બૃહદ અનાવિલ સમાજ નવસારીના પ્રમુખ મુકેશભાઈ નાયક પોતાના સ્વાગત પ્રવચનમાં પધારેલા અતિથિઓ અને સમાજના લોકોને શાબ્દિક આવકાર આપ્યો હતો.
આજના સમારંભમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નું સ્વાગત પ્રમુખ મુકેશભાઈ નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ કેતનભાઇ દેસાઈ ( શ્રી દયાળજી આશ્રમ, સુરત). અનાવિલ સમાજ ના રત્ન સમાન શ્રી રણજીતભાઈ દેસાઈ ( છાપરા), ડોક્ટર નિમેશ વશી ( સુરત) અધ્યાપક જશુભાઈ નાયક ( નવસારી) અને શ્રીમતી બકુલા ઘાસવાલા ( વલસાડ) આ સભામાં સન્માન પત્ર, બુકે, અને સાલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
શ્રી કે વી એસ હાઇસ્કુલ ખારેલ ના આચાર્ય ડોક્ટર વિરલકુમાર દેસાઈને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા એમનું બહુમાન કરવામાં આવ્યું હતું.આજના સમારંભમાં આનાવિલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેઓએ ધોરણ 11 12 થી લઈને ઉચ્ચ શિક્ષણમાં મેડિકલ એન્જિનિયરિંગ તથા અન્ય શૈક્ષણિક શાખાઓમાં જળહળ થી સિદ્ધિ પ્રાપ્ત કરી એવાઓ વર્ષ 2023 ના 32 અને વર્ષ 2024 ના 42 ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આજના સમારંભમાં પધારેલા મુખ્ય મહેમાન રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નવસારી પોતાના પ્રવચનમાં જણાવ્યું કે શ્રી અનાવિલ સમાજ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. શ્રી બૃહદ અનાવિલ સમાજ રૂપિયા 11 કરોડ જેટલી સહાય જેવી અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જે માટે અભિનંદન આપું છું. અનાવિલ સમાજના યુવક યુવતીઓએ ઉચ્ચ કારકિર્દી માટે તમને શુભેચ્છા આપું છું.
શ્રી દયાળજી આશ્રમ અનાવિલ મંડળ સુરત ના પ્રમુખ કેતનભાઇ દેસાઈ આ પ્રસંગે પોતાના પ્રવચનમાં જણાવ્યું કે બૃહદ અનાવિલ સમાજની પ્રવૃત્તિઓમાં બધાને વિશ્વાસ છે. અનાવેલ સમાજની અલગ પ્રતિભા છે. શિક્ષણને લઈને અલગ ઓળખ ઊભી થાય છે. વધારે વધારે ચર્ચાથી કોમ દેસાઈ છે. દેસાઈ નો પ્રભાવ છે. સમાજમાં શિક્ષણ એ પાયામાં છે.
અનાવિલ રત્ન નું સન્માન રણજીતભાઈ દેસાઈ, ડોક્ટર નિમેષ ચંદ્ર વશી, પ્રાધ્યાપક જશુભાઈ નાયક, અને શ્રીમતી બકુલા ઘાસવાલા પોતાના સન્માન ના પ્રતિભાવ આપ્યા હતા. બૃહદ અનાવિલ સમાજના ઉપપ્રમુખ ધર્મેશ નાયક એ અનાવેલ સમાજની સ્થાપનાકાળથી આજ સુધીના વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી.
ડોક્ટર મધુરીકા જે નાયક પરિવાર પ્રતિનિધિનું જાહેર અભિવાદન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશ નાયક તથા ઇનામ વિતરણ નો સંચાલન આર્યક મહેતા અને અનિતા વશીએ કર્યું હતું.મંત્રી પ્રશાંત દેસાઈએ આભાર વિધિ કરી હતી.શ્રી બૃહદ અનાવિલ સમાજ સભ્યો, આમંત્રિતો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.