
આધારકાર્ડની નોંધણી/સુધારા તથા ઉપયોગ માટે અગત્યની જાણકારી નવસારી જિલ્લાવાસીઓ આપ સુધી
- Local News
- January 13, 2025
- No Comment
હાલની સ્થિતીએ આધારકાર્ડ એ ખુબ જ અગત્યનો દસ્તાવેજ છે. સદર આધારકાર્ડ નોંધણી/સુધારા તથા ઉપયોગ સંબંધિત કેટલીક બાબતો ખૂબ જ અગત્યની હોય તથા સંપૂર્ણ જાણકારીના અભાવે આધાર અનધિકૃત કાર્યો થવાની ઘટના બનતી હોય છે.જેથી આધારકાર્ડની ઉપયોગીતા બાબતે અગત્યની જાણકારી નવસારીની જાહેર જનતાએ જાગૃત માટે ધ્યાને લેવા પાત્ર રહે છે.
જેમ કે, UIDAI દ્વારા આધારકાર્ડ નવા સુધારા માટે દર નિયત કરવામાં આવેલ છે. જેની વિગત https://uidai.gov.in પર મૂકવામાં આવી છે. જેથી તમામ અરજદારશ્રીઓએ જે-તે કામે નક્કી કરેલ દર આધાર સેન્ટરમાં ચુકવવાના રહે છે. આધાર નોંધણી/સુધારા કરાવનાર વ્યક્તિના આધાર પુરાવાની ગોપનીયતા જળવાય રહે તે માટે આધાર નોંધણી અધિકૃત આધાર સેન્ટર પરથી જ કરાવવી જોઈએ.૧૮ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે નવો આધાર બનાવવા નવસારી મહાનગરપાલિકા તથા મામલતદાર કચેરી, ચીખલી ને જ અધિકૃત કરવામાં આવ્યા છે. જેથી સદર સેન્ટર ખાતેથી જ એનરોલમેટ કરવામાં આવે છે.
આ સિવાય કોઈ કચેરી ને અધિકૃત કરવામાં આવી નથી. આધાર નોંધણી/સુધારા દરમ્યાન રજૂ કરવામાં આવતા પુરાવા કોઈ પર સેન્ટર પર કાયમી સ્ટોરેજ કે ડેટાબેઝ માં સંગ્રહિત કરવામાં આવતા નથી. અસલ પુરાવા સ્કેન કરી અપલોડ કરી પરત કરવામાં આવે છે. આધારકાર્ડના અન-અધિકૃત ઉપયોગની શંકા જણાય તો UIDAI ના ટોલ ફ્રી નંબર – ૧૯૪૭ પર ફરિયાદ કરી શકાય છે, UIDAI દ્વારા વર્ચ્યુઅલ આઈ.ડીની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેનો ઉપયોગ આધાર કાર્ડની જગ્યાને E-kyo તથા આધાર ઓથેન્ટિકેશન માટે કરી શકાય છે. આ ઉપરાંત માસ્ક આધાર જનરેટ કરવાની સુવિધા પૂરી આવી છે. જેમાં આધારકાર્ડમાં ફક્ત છેલ્લા ૪ આંકડા જ દર્શાવવામાં આવે છે. જેથી આધારનો અનઅધિકૃત ઉપયોગ થતો અટકાવી શકાય છે .
UIDAI દ્વારા ઈ-મેલ આઈ. ડી પર આધાર ઓથેન્ટીકેશનની જાણ કરવામાં આવે છે. જેથી આધારકાર્ડમાં આપનો મોબાઈલ તથા ઈ-મેલ આઈ ડી પણ લીંક કરાવવું જોઈએ તથા તેને અપડેટ રાખવું જોઇએ. સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લેવા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર અપડેટ રાખવો જોઈએ,તેમજ જે વ્યક્તિએ આધારકાર્ડ ૧૦ વર્ષ પહેલા બનાવેલો હોય તેઓએ આધારકાર્ડમાં ડોક્યુમેટ અપડેટ કરાવા જરૂરી છે. જેમાં ફોટો આઈ. ડી (POI) તેમજ સરનામાનું પ્રૂફ (POA) જરૂરી છે. તેમ નાયબ કલેકટર નવસારીની અખબારી યાદીમાં જણાવ્યું છે .