
અયોધ્યા રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણનિમિત્તે નવસારીની એ.બી.સ્કૂલમાં ભક્તિ ભાવથી ઉજવણી થઈ
- Local News
- January 11, 2025
- No Comment
નવસારીની એ.બી.સ્કૂલમાં આજરોજ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠાના એક વર્ષ પૂર્ણ થવાના આનંદમાં રંગેચંગે સ્તુતિ, ભજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ગતવર્ષે 22/01/2024 ના રોજ પોષ સુદ દ્વાદશ ના રોજ અયોધ્યામાં રામમંદિરમાં શ્રી રામલલ્લા બિરાજમાન થયા હતા. શાંતિ અને સમૃદ્ધિ પૂર્ણ વાતાવરણમાં આજરોજ તિથિ અનુસાર એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે નવસારીની એ.બી.સ્કૂલમાં શાળાના પ્રાયમરીના વિદ્યાર્થીઓ રામાયણના અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા હતા.
શાળાના ટ્રસ્ટી અંકુરભાઈ બોડા, ભાવનાબેન બોડા તથા આચાર્ય ગણ તેજશભાઈ પંડ્યા, અમૃતભાઈ છત્રોલા તથા ચેતનાબેન પટેલ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં શાળાના શિક્ષીકા કેતકીબેન નાયકે રામાયણને લગતી વાતો કરી હતી. ત્યારબાદ શાળાના શિક્ષીકા બીનાબેન મિસ્ત્રીએ વિદ્યાર્થીઓ પાસે પ્રાર્થના, ભજન તૈયાર કરાવ્યા હતા. તેની ભજવણી પણ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે કરી હતી. અંતમાં શાળના શિક્ષક પિનાકિનભાઈ એ આયોધ્યાનો આખો ઇતિહાસ જણાવ્યો હતો તેમજ રામમંદિર અંગેના મહત્વપૂર્ણ ચુકાદાને લગતી બાબતો અને રામમંદિરનું નિર્માણ કઈ રીતે થયું તેના વિશે જાણકારી આપી હતી. હનુમાન ચાલીસા, રામધૂનથી સમગ્ર એ.બી.સ્કૂલનું સંકુલ રામમય વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.