
ખેલ મહાકુંભમાં એ.બી.સ્કૂલની ધોરણ-9 વિદ્યાર્થીનીઓનો અંડર-17 કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
- Sports
- January 25, 2025
- No Comment
ખેલ મહાકુંભમાં એ.બી.સ્કૂલની ધોરણ-9 વિદ્યાર્થીનીઓનો અંડર-17 કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો
નવસારીની એ.બી.સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ખેલ મહાકુંભ 3.0 માં કબડ્ડીની રમતમાં અંડર-17 કેટેગરીમાં નવસારી તાલુકામાં પ્રથમ ક્રમ તેમજ નવસારી જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
નવસારી ની સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાની ચાલી રહેલ ખેલ મહાકુંભ 3.0 ની કબડ્ડીની સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધા ખારેલ ખાતે યોજાઈ હતી. જેમાં નવસારી એ.બી.સ્કૂલની ધોરણ-9 ની વિદ્યાર્થીઓની ટીમ મુક્તિ પટેલ,યાત્રી પટેલ, બંસી સાવલિયા,મિરાલી લગધીર, વૃત્તિ નાયકા,મુસ્કાનકુમારી પટેલ,શ્રેયા કોકણી, એંજલ પરમાર, હેતાક્ષી પટેલ, વૈદેહિ ટંડેલ, મહેક પટેલ, એંજલ પટેલની ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ તેમજ જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીનીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષક શુભમ કશ્યપને અભિનંદન પાઠવ્યા હતા.