અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધામમાં નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત નવસારી શહેરમાં યોજાયેલા 108 કુંડીઓ શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ કરવામાં આવી
- Local News
- January 25, 2025
- No Comment
નવસારી ઉપ ઝોન કેન્દ્ર ગાયત્રી પરિવાર નવસારી શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી આયોજિત” નારી સશક્તિકરણ વર્ષ અંતર્ગત” અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ના તત્વા ધાન માં તારીખ 22 23 24 25 જાન્યુઆરી 2025 ચાર દિવસથી ચાલતા મહા યજ્ઞ ને આજરોજ વિરામ આપવામાં આવ્યો હતો.નવસારી ઝોન કેન્દ્રના ગાયત્રી પરિવારના સભ્યોએ સહિત અનેક લોકો જોડાઈ આ યજ્ઞમાં આહુતિ આપી હતી.
શાંતિકુંજ હરિદ્વાર થી પધારેલા આચાર્ય જમનાપ્રસાદજી ની ટીમ દ્વારા વેદ મંત્રો ચ્ચાર સહિત આહુતિઓ અપાવી હતી.આજે મહા યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ગુરુદેવ ની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપવામાં આવી હતી.108 કુંડી યજ્ઞમાં ભાગ લેનારા ગાયત્રી પરિવારના સભ્યો તથા અન્ય આમંત્રિતોએ પણ યજ્ઞની આવૃત્તિ બાદ આરતી નો લાભ લીધો હતો. આ યજ્ઞ સાથોસાથ વન બ્લડ ગ્રુપના કાર્યકરોએ રક્તદાન શિબિર પણ યોજયો હતો.જેમાં 40 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો સંચાલન જમના પ્રસાદ અને સભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

