સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર ધ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું :વિજેતા ટીમને ઈનામ સાથે આદિવાસી સંસ્કૃતિની પ્રતિકૃતિ રૂપે ‘તારપા’ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર ધ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું :વિજેતા ટીમને ઈનામ સાથે આદિવાસી સંસ્કૃતિની પ્રતિકૃતિ રૂપે ‘તારપા’ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા

  • Sports
  • February 6, 2025
  • No Comment

સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર ધ્વારા સમાજમવનના લાભાર્થે નેશનલ ફાઈટર ક્રિકેટ મેદાન મગદલ્લા ખાતે બે દિવસ સમાજના નવયુવાનોને સંગઠિત કરવા એક મંચ ઉપર લાવવા ૧૨ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજભવનના લાભાર્થે શહેરમાં વસતા આદિવાસી નવ-યુવાનોને એક રમત ગમત ક્ષેત્રે એકત્રિત થવા ક્રિકેટનું આયોજનના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ ગૃહરાજય મંત્રી હર્ષભાઈ સંઘવી ધ્વારા કરવામાં આવ્યો હતો.

 

 

 

 

આ અવસરે ગૃહમંત્રીએ સમાજના નવયુવાનોને રમત-ગમત સાથે શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે આદિવાસીઓના પ્રશ્નો માટે સંગઠિત થઈ એક મંચ ઉપર આગળ આવવા જણાવ્યું હતું.લોકસભાના દંડક ધવલભાઈ પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટ અવસરે યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતાં અને કોઈ પણ સમસ્યાના પ્રશ્નો બાબતે સમાધાન માટે તેઓ હંમેશા સમાજ સાથે રહીશ તેમ જણાવ્યું હતું.

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદિપભાઈ ગરાસીયાએ ક્રિકેટ નવયુવાનોની કાઈનલ મેચનો ટોસ ઉછાળી વિજેતા ટીમને ધન્યવાદ આપી તેઓને રમત-ગમત તેમજ આદિવાસી સંસ્કૃતિની પરંપરા સાથે ભાષા બોલી, કળા, કૌશલ્ય અને સમાજના દેવી-દેવતાની ઓળખ સાથે આપણા પુર્વજોના બલિદાન આપેલા વડીલોને યાદ કરી તેમનો ઈતિહાસ જાણવા માટે આહવાન કર્યુ હતું

 

 

 

 

 

ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ કૌશાંગ ઈલેવનને રૂ.૨૧૦૦૦/- પ્રોત્સાહિત તેમજ રનર્સઅપ ટીમ ડો.નિલય માહલા ને રૂ.૧૧૦૦૦/- નું પ્રોત્સાહિત ઈનામ સાથે આદિવાસી સંસ્કૃતિની પ્રતિકૃતિ રૂપે ‘તારપા’ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

સમગ્ર ટુર્નામેન્ટમાં સુરત શહેરમાં વસતા આદિવાસી સમાજના વિવિધ ૧૨ (બાર) જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી કોકણી, ગામીત, ચૌધરી, વસાવા, હળપતિ, ખરોડીયા, નાયકા, તેમજ બોડિયા, ભીલ, રાઠવા, મીણા,સમાજના અગ્રણીઓ,મહિલા અને નવયુવાનો,ક્રિકેટ ટુર્નામેન્ટના દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા .

સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત આદિવાસી સમાજને સુરત શહેરના અધ્યક્ષ કાંતિલાલ કુન્બી, એમ.બી.માહલા, બાબુભાઈ ગામીત, દિનેશભાઈ પોડિયા, નીતિનભાઈ ચૌધરી, ચીમનભાઈ વસાવા, રાકેશભાઈ મીણા, પ્રફુલભાઈ પટેલ, રમણભાઈ નાયકા, નિરવભાઈ ગરાસીયા,ચંદ્રકાંતભાઈ પટેલ,રાહુલભાઈ ગામિત, તેજસભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને સંકલન સાથે અંકિતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *