૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગુજરાત સરકારશ્રીની ફ્લેગશીપ યોજના તરીકે મહિલાઓના શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર અને ઘરેલું હિંસા સહિતમાં ત્વરિત પ્રતિસાદ, માર્ગદર્શન અને બચાવની અસરકારક કામગીરીના દસ વર્ષ પૂર્ણ થયા છે.

મહીલાઓ પર થતા અત્યાચારમાં તાત્કાલિક ધોરણે મદદ પહોચાડી શકાય તે હેતુ થી ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રીય મહીલા દિવસે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન કાર્યાન્વિત કરવામાં આવી હતી. જેને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલન કરવામાં આવી રહી છે. આ સેવા દ્વારા મહિલા અત્યાચારની મદદ સાથે સરકારની મહિલાલક્ષી પ્રાથમિક માહિતી આપવામાં આવી રહી છે.

યોજનાના પ્રારંભથી વર્ષ ૨૦૨૫ દરમિયાન કુલ ૧૬,૧૬,૮૪૪ મહિલાઓએ મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કર્યો છે. જેમાં ઘટના સ્થળે પહોંચી ૩,૨૪,૪૦૧ને મદદ પહોંચાડી ગંભીર પ્રકારના ગુનાઓ સામે અને જરૂરિયાત મુજબ ૯૯,૪૬૭ જેટલાં મહિલાઓના ગંભીર કેસમાં ઘટનાસ્થળે પહોંચી અભયમ રેસ્કયુંવાનની ટીમે મદદ, સલાહ અને બચાવ કાર્ય કર્યા છે. આ ઉપરાંત ૨,૦૫,૦૫૧ જેટલાં કેસમાં સમાધાન કરાવવામાં સફળતા મળી છે.

નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ જેટલી પિડીત મહિલાઓએ મદદ મેળવી છે. જેમાં ૬૯૭ જેટલી મહિલાઓના કેસમાં સમાધાન કરાવવામાં આવ્યા છે તેમજ ૧૮ જેટલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટરમાં અને અન્ય સંસ્થાઓમાં આશ્રય આપ્યો છે.

રાજ્યના તમામ વિસ્તારમાં અભયમની સેવાઓ ૫૯ અભયમ રેસ્કયુવાન સાથે ૨૪×૭ વિના મૂલ્યે ઉપલબ્ધ છે. લગ્નજીવનના વિખવાદો, પારિવારીક સમસ્યાઓ અને લગ્નેતર સબંધમાં અસરકારક રીતે અભયમ કુશળ કાઉન્સિલર દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે જેથી અનેક મહીલાઓના જીવનમાં સુખમય પ્રકાશ પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત બીનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતી, કાર્ય સ્થળે જાતિય સતામણી, બાળ જન્મની બાબતો, છેડતી, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો, આપઘાતના વિચારોમાંથી મુક્તિ, તરછોડી દીધેલ મહિલાઓ કે મનોરોગી મહીલાઓને પરિવાર, નારીગૃહ કે આશ્રયસ્થાનોમાં સુરક્ષીત રાખવા વગેરેમાં મહિલા,કિશોરીઓ અને વિદ્યાર્થિનીઓના પ્રશ્નોનું અસરકારક સુખદ નિવારણ લાવેલ છે જેથી આજે ગુજરાતની મહિલાઓમાં દિન પ્રતિદિન અભયમની કામગીરીની વિશ્વનીયતામાં વધારો થયો છે અને એક અભિનવ હેલ્પલાઇન તરીકે મહિલાઓની સાચી સહેલી તરીકે ઉપસી આવી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *