
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન: 441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા
- Sports
- March 11, 2025
- No Comment
નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (એનડીસીએ)ની આગેવાનીમાં યોજાનારી આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે આજે પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ખેલાડીઓની હરાજી યોજાઈ રહી છે.આ ટુર્નામેન્ટ માટે કુલ 441 ક્રિકેટ ખેલાડીઓની નોંધણી કરાવી છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે. દરેક ટીમના માલિકને બે લાખ પોઇન્ટ્સ આપવામાં આવ્યા છે. એક ટીમમાં 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આમ, કુલ 120 ક્રિકેટ ખેલાડીઓને રમવાની તક મળશે. નવસારી પ્રીમિયર લીગના નવા પ્રમુખ તરીકે રાજેશ(રાજુ) હિરાણીની નિમણૂંક કરવામાં આવી છે. અશોકભાઈ ગજેરાને ખજાનચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એન.પી.એલ ની છેલ્લી ટુર્નામેન્ટ 2013 અને 2015માં યોજાઈ હતી. બાદમાં કોઈક કારણોસર બંધ રહેવા પામી હતી. ફરી એકવાર 8 વર્ષ બાદ ફરી થઈ રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ સ્ટાર અને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ એક સમયે નવસારીના લુન્સીકુઈ મેદાન પર એનપીએલમાં રમી ચૂક્યા છે. તેમણે અહીં થી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની સફર શરૂ કરી હતી. આ ટુર્નામેન્ટ થકી નવા પ્રતિભા શાળી ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર પૂરો પાડશે.
નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની દ્વારા ખેલાડીઓનું ઓક્સન કરવા માટે પ્રમુખ આર સી પટેલ, એન પી એલ -3 ના ચેરમેન રાજુભાઈ હિરાણી, વાઈસ ચેરમેન હિરેન પટેલ, હિતેશ પટેલ, એન. ડી. સી. એ. ના ઉપ પ્રમુખ મનહર ઢોડિયા, મંત્રી પરેશભાઈ નાયક, ડૉ. મયુર પટેલ, ખજાનચી અશોકભાઈ ગજેરા અને પદાધિકારીઓ અને મુખ્ય સ્પોન્સર્ડ વિષ્ણુકાંત પાલીવાલ ( ગુડું ભાઈ), ટીશર્ટ સ્પોન્સર્ડ રમેશભાઈ વ્યાસ, બોલ ના સ્પોન્સર્ડ જગમલ રબારી અને સાગરભાઈ અને 8 ટીમ ના ઓનર્સ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે આગામી એન પી એલ -3 ના ટ્રોફી, બોલ અને ટી શર્ટ નું અનાવરણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી અને નવસારી જીલ્લા ક્રિકેટ એસોસિએશન તરફથી સમગ્ર સ્પર્ધા દરમ્યાન ઓનર્સ અને ખેલાડીઓને ખેલદિલી થી ક્રિકેટ રમી આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.