રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો /અભિપ્રાયો જાણવા હેતુ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ 

રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો /અભિપ્રાયો જાણવા હેતુ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ 

UCC (સમાન સિવિલ કોડ) વિષય પર નાગરીકો પોતાના મંતવ્યો-સુચનોને યુસીસીની વેબ પોર્ટલ , ઇમેલ અથવા ટપાલ મારફતે રજુ કરવા અનુરોધ કરાયો

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ ત્યાર કરવા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજરોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેસ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,નવસારી સરકારી કોલેજના આચાર્યો, સંસ્થાના વડાઓ, કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, નાગરિકો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સમાન સિવિલ કોડના ઉપસ્થિત સભ્યો નવસારી જિલ્લાના કાયદાના નિષ્ણાતો, સામાજિક કાર્યકરો, સંસ્થાના વડાઓ, વિવિધ સમાજના આગેવાનો,નાગરિકો પાસેથી સમાજમાં ચાલી રહેલા લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ ની નોધણી બાબતે વિવિધ મંતવ્યો મેળવ્યા હતા.

આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે, સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તા.૨૪/૦૩/૨૦૨૫ના રોજ અથવા તે પહેલાં ઈ-મેલ (ucc@gujarat.gov.in) અથવા વેબ-પોર્ટલ (https://uccgujarat.in) અથવા ટપાલ (સરનામું – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦) દ્વારા તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો રજૂ કરવા અપીલ કરી છે.

નોધનિય છે કે,ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત) રંજનાબેન પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરી છે. જે સમિતિમાં સી. એલ. મીના આઈ.એ.એસ. (નિવૃત્ત), આર.સી.કોડેકર વરિષ્ઠ એડવોકેટ,  દક્ષેસ ઠાકર પૂર્વ વાઈસ ચાન્સેલર (VNSGU) અને ગીતાબેન શ્રોફ સામાજિક કાર્યકર સભ્યો છે.

આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમિક્ષા કરવામાં આવી રહી છે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સુચવશે. જેમાં સમિતિ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રિલેશનશિપ વિષયોના સમાવેશ કરવા બાબતે વિચારણા કરાશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *