
વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
- Local News
- March 12, 2025
- No Comment
આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે 3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે. સુરત શહેર સહિત અનેક વિસ્તારોમાં લાઇટનો મોટો ફોલ્ટ થતા વીજ પૂરવઠો ખોરવાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જેને પગલે અનેક કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ના એક અઘિકારીએ જણાવ્યું હતું કે 400 કેવી ની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ડ્રિપ થઈ ગઈ છે. આ મામલે મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચ્યા હતા. લોકોએ ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો હતો. જો કે ટોરેન્ટના 50 ટકા વિસ્તારોમાં વીજ પૂરવઠો પૂર્વવત થઈ ગયો છે. અચાનક વીજ વિક્ષેપથી સુરતના ઉદ્યોગકારોની માઠી દશા થઈ છે, તેઓ સરકાર પાસેથી યોગ્ય પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટ ટ્રિપ થતા સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ખોરવાતા વીજ પુરવઠાથી 32,37,000થી વધુ ગ્રાહકો પ્રભાવિત થયા છે. ઉકાઇ થર્મલ પાવર સ્ટેશનમાં ૪ જનરેટર યુનિટ ટ્રીપ થવાથી પાવર ગ્રીડ બેસી જતા પૂરા વિસ્તાર માં જેટકોના પાવર સબ સ્ટેશન બંધ થયેલા છે. SLDC તરફથી યોગ્ય પગલાં લેવાઇ રહ્યા છે. પાવર બંધ રહેવાની સમસ્યા થોડો સમય રહેશે જેથી શાંતિ જાળવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું છે કે, આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે.
આ અંગે DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, 400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રિપ થઈ છે. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા માટે મેનેજ કરી રહ્યા છે. આખા દક્ષિણ ગુજરાતમાં આ સમસ્યા છે. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત,નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં છે.
દક્ષિણ ગુજરાતના ટોચના અધિકારી ડીજીવીસીએલના દિનેશભાઈ પટેલ જણાવે છે કે જેટકો ની કોઈ લાઈનમાં કંઈક ખામી આવવાથી ભરૂચ થી વાપી સુધી ફ્લેક્સ્યુએશનની સ્થિતિ છે. નવસારી ડિવિઝનમાં શહેર સહિત બે લાખ ઘરોમાં વીજળી પહોંચે છે જ્યાં 24 કલાક વીજળી સતત ચાલુ રહે નાગરિકોને તકલીફ ન પડે પરિવારને તકલીફ ન પડે તેની તમામ કાળજી લેવામાં આવી રહી છે સિવિલ હોસ્પિટલ 24 કલાક ખડે પગે હોય છે ફાયર બ્રિગેડ 24 કલાક હોય છે તે જ પ્રમાણે ગમે તેટલા મોટા મહત્વના જંગી મેળાઓ હોય લાખો વ્યક્તિઓનો માનવ મેહરામણ હોય તો પણ વીજ પુરવઠો ન ખોરવાય તેની તે માટે તમામ કામગીરીઓ એક નાના લાઇનમેન થી માંડીને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ વીજ પુરવઠો યથાવત કરવા કામગીરીઓ કરી રહી છે.
નવસારી શહેર સહિત અનેક વિસ્તારો પાવર વઘવટ થઈ રહ્યો છે તો જિલ્લાના અનેક વિસ્તારમાં પાવર બંધ પણ થઈ જતા આ ગરમીમાં લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ટ્રેન વ્યવાહર પર કોઈ અસર નહીં
વિનીત અભિષેક (CPRO પશ્વિમ રેલવે)એ જણાવ્યું હતું કે, સાઉથ ગુજરાતમાં થયેલા પાવર કટની અસર રેલવેના ટ્રેન વ્યવહારને થઈ નથી. રેલવે વિભાગ પાસે આ માટે ખૂબ જ મોટો પાવર બેકઅપ છે. જેના પગલે લોકો પાઇલોટને પણ પાવર કટ થઈને પરત આવી જાય તો તેની પણ જાણ ન થાય તેવું બેકઅપ રાખવામાં આવેલું છે. જેથી આજે દક્ષિણ ગુજરાતમાં થયેલા વીજળી દૂરની અસર રેલવેના ટ્રેન વ્યવહારને થઈ નથી.
દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા, 45 તાલુકા,23 શહેર અને 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો. વીજ પુરવઠા ખોરવાતા 32,37,000થી વધુ ગ્રાહકો પ્રભાવિત થયા