નારણ લાલા કોલેજ નવસારીની વિધાર્થી પટેલ હેની વસંતભાઈએ PGDMLT માં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા
- Local News
- March 22, 2025
- No Comment
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી આયોજીત ૫૬મા પદવીદાન સમારંભમાં નારણ લાલા કોલેજ ઓફ પ્રોફેશનલ એન્ડ એપ્લાઈડ સાયન્સીસ નવસારીમાં અભ્યાસ કરતી પટેલ હેની વસંતભાઈને એપ્રિલ ૨૦૨૪માં યોજાયેલ PGDMLT પરીક્ષામાં સર્વોચ્ચ CGPA સાથે પ્રથમ આવવા બદલ શ્રીમતી રશ્મી હર્ષ શાહ તથા શ્રીમતી શારદા અંબેલાલ દેસાઈ મેડલ, એમ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિ માટે હેની વસંતભાઈ પટેલને સંસ્થાના ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી ભરતભાઈ કંસારા, ટ્રસ્ટી વિજયભાઈ કંસારા,ડાયરેક્ટર ડો. વી. ડી. નાયક, આચાર્ય ડો સુનિલ.એમ. નાયક તથા માઈક્રોબાયોલોજી વિભાગના હેડ ડો. નફીસા પટેલે તથા અધ્યાપકોએ અભિનંદન પાઠવી અભિવાદન કર્યું હતું.