નવસારી જિલ્લામાં ગુજકેટની પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ ફરમાવ્યો

નવસારી જિલ્લામાં ગુજકેટની પરીક્ષાને અનુલક્ષી પરીક્ષા કેન્દ્રોથી ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ પર પ્રતિબંધ ફરમાવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-૨૦૨૫ માટે વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા તા.૨૩/૦૩/૨૦૨૫ ના રોજ યોજાશે.

નવસારી જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાનું સરળ અને સુચારુ સંચાલન થાય, જાહેર પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ શાંત અને સ્વસ્થચિતે પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજ સિંહ બી.ઝાલાએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની અને બિલ્ડીંગની હદથી ૧૦૦ મીટરના ઘેરાવાના વિસ્તારમાં ચાર કે તેથી વધારે વ્યકિતઓને ભેગા થવા, સભા ભરવા, સરઘસ કાઢવા, કોઇપણ વ્યકિતએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર, મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, સ્માર્ટ બેન્ડ લઇ જવા ઉપર તેમજ લાઉડ સ્પીકર વગાડવા કે અવાજ મોટો કરવાનું કોઇ યંત્ર વગાડવા ઉપર તથા પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર અંદર ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો પર તા.૨૩ /૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૭ -૦૦ થી સાંજે ૮-૦૦ કલાક સુધી ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.

ગુજકેટ સ્થળની યાદી

નવસારીમાં ગુજકેટ સ્થળો ધ વિધાકુંજ હાઇસ્કુલ નવસારી,સેન્ટ ફ્રાન્સીસ કોન્વેન્ટ હાઈ નવસારી,આર કે જી સ્વામીનારાયણ ઇટાળવા,ડી ડી ગર્લ્સ હાઈ નવસારી,નગરપાલિકા હાઇસ્કુલ નવસારી,સર સી જે એન ઝેડ મદ્રેસા,બાઈ એન ટી ગર્લ્સ હાઈ.નવસારી, ડી કે ટાટા હાઇસ્કુલ, રોયલ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ નવસારી,જે.સી.& જે સી શ્રેષ્ઠી વિદ્યા સંકુલ, શેઠ એચ સી પારેખ હાઈ.નવસારી, એસ એસ અગ્રવાલ યુ.-૧,એસ એસ અગ્રવાલ યુ.-૨,ડિવાઈન પબ્લિક સ્કુલ યુ.-૧,ડિવાઈન પબ્લિક સ્કુલ યુ.-૨, એ.બી.હાયર સેકેન્ડરી સ્કુલ (ઈંગ્લીશ), એ.બી.હાયર સેકેન્ડરી સ્કુલ ( ગુજરાતી) તથા જલાલપોરમાં ગુજકેટ સ્થળો શેઠ પુ.હ વિદ્યાલય નવસારી યુ ૧, સરદાર શારદા મંદિર વિજલપોર, સરદાર પટેલ વિદ્યાભવન જલાલપોર અને સર્વમંગલ વિદ્યાલય ખાતે રહેશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *