નવસારી જિલ્લા પંચાયત દ્વારા ઠરાવો કરી પીવાનું પાણી અછતગ્રસ્ત ગામોના તળાવ પર મત્સ્ય પાલન માટે અપાતા ગ્રામજનોમાં ભારે નારાજગી સાથે રજૂઆત કરી આવેદનપત્ર અપાયું
- Local News
- April 4, 2025
- No Comment
નવસારી જિલ્લા પંચાયત હેઠળના જલાલપોર તાલુકાના કરાખટ,પરુજણ,માંગરોળ,પરસોલી,ભીનાર,ભાઠા ટુંડા મગોબ,નિમળાઈ,દાંતી,ઉભરાટ,દીપલા,વાંસી,બોરસી માછીવાડ,સીમળગામ,દેલવાડા ગામોના સરપંચ તેમજ ગ્રામજનો અને ભાજપના આગેવાનોએ વિરોધ નોંધાવી ગામોના તળાવ પંચાયતની પરવાનગી વગર જ મત્સ્ય પાલન માટે આપી દેવામાં આવતા આશરે 10 જેટલા ગામના સંરપંચ તથા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તથા નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈને આવેદન પત્ર આપી આ ઠરાવને રદ કરી અપાયેલ તળાવના તમામ ઇજારા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
https://youtu.be/0skbwPTrMRg?si=VL7M2CwcFhjz74hP
મત્સ્યપાલન માટે તળાવોને લઈને ગામોનો વિરોધ
આ રજૂઆત કરનારા સરપંચો,ગ્રામજનો અને આગેવાનો ભાજપ સમર્પિત હોય ભાજપની સરકાર ની સામે ભાજપના જ સમર્થકોએ નવસારી જિલ્લા પંચાયતની એક સામાન્ય સભામાં જિલ્લા પંચાયત હસ્તકના તળાવો ટેન્ડર પ્રક્રિયા કરીને આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. જેને લઇને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા 77 જેટલા તળાવ ટેન્ડર કરી ગામની એનઓસી લીધા વગર જ આપી દેવામાં આવતા આશરે 10 જેટલા ગામના સરપંચો,આગેવાનો તથા ગ્રામજનોએ સમગ્ર પ્રક્રિયાનો વિરોધ કરી કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદન આપી ઠરાવને રદ કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, મત્સ્ય ઉધોગ કચેરી દ્વારા તળાવોમાં મત્સ્ય ઉછેર કરવા માટે પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉછેર કરવા માટે ફાળવી દીધેલ છે. આ તમામ ગામોમાં પીવાના પાણીની ખુબ અછત સતત વર્તાતી જોવા મળે છે અને જેના કારણે આ ગામોને નો સોર્સ વીલેજ તરીકે જાહેર કરાયેલ છે.આ બાબતને ધ્યાને લઇને ત્રાહીત ઈસમોને આપવામાં આવેલ તળાવો તાત્કાલીક ધોરણે રદ કરી, આ તળાવનો વહીવટ પંચાયત હસ્તક કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો, આ કામગીરી ત્રણ દિવસમાં પંચાયત હસ્તક સોંપવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી ગામ તળાવોમાં કોઈપણ પ્રકારે મત્સ્ય ઉછેર કરવા માટે ત્રાહીત ઈસમોને ગામમાં પ્રવેશ નહી કરવા દેવા માટે આવે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી.