ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ નવસારીના ચીખલી તાલુકા ખાતે યોજાયો

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ નવસારીના ચીખલી તાલુકા ખાતે યોજાયો

  • Sports
  • April 4, 2025
  • No Comment

ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) અને નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન (NDCA) આયોજિત ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ચીખલીનાં મોહનલાલ દેસાઇ ક્રિકેટ ગ્રાઉન્ડ (MCA), ચીખલી કોલેજ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના અન્ડર – ૧૬ ભાઈઓમાં ૬૪, અન્ડર – ૧૯ ભાઈઓમાં ૩૮ અને ઓપન એજ ગ્રુપ બહેનોમાં ૨૪ એમ કુલ ૧૨૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સિલેક્શન કમિટીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન તરફથી લલીત પટેલ ,ભાવિક પટેલ ,અને પૂર્વી પટેલે સેવા આપી હતી .

દરેક ગ્રુપ માં તેઓના સિલેક્શનનાં દેખાવને આધારે પસંદ પામેલા ખેલાડીઓને કમબાઈન્ડ ડિસ્ટ્રીકટ ટીમમાં પસંદગી માટે અમદાવાદ મુકામે બોલાવવામાં આવશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા યોજાયેલ આ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામનાં આયોજન માટે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનનાં પ્રમુખ અને જલાલપોર વિસ્તારના ધારાસભ્ય આર. સી. પટેલ સાહેબે શુભેચ્છા પાઠવી હતી. અને નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન વતી હોદ્દેદારો , ઉપ પ્રમુખ મનહર ધોડીયા, સેક્રેટરી પરેશભાઈ દેસાઇ , કારોબારી સભ્ય જયદીપ દેસાઇ, કાંતિભાઈ પટેલ, કમલેશભાઇ પટેલ, દર્શિત ગોસ્વામી અને ચીખલી કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી અને મોહનલાલ દેસાઇ ક્રિકેટ ગ્રાઉન્ડ (MCA)ચીખલી કોલેજનાં ઓનર દર્શનભાઈ દેસાઇએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ ટેલેન્ટ સર્ચપ્રોગ્રામનું સંચાલન અને ગ્રાઉન્ડ-નેટ ની વ્યવસ્થા ચીખલી કોલેજનાં શા. શિ. નાં અધ્યાપક અને કારોબારી સભ્ય ડો. જયમલ નાયકે કર્યું હતું.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *