ગુજરાત રાજયમાં પોલીસમાં ફરજ બજાવતા ૨૬૧ એ.એસ.આઈને પી.એસ.આઈ તરીકે બઢતી અપાઈ
- Local News
- April 3, 2025
- No Comment
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 261 એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતી, 15 મહિનામાં કુલ 7031 પોલીસ કર્મીઓને બઢતી અપાઈ
રાજ્યભરમાં બઢતી અને બદલીની મોસમ યથાવત જોવા મળી રહી છે. ગૃહ વિભાગે વધુ એકવાર 261 કર્મચારીઓને પ્રમોશન આપ્યું છે. રાજ્યમાં ASI તરીકે બજાવતા 261 જેટલા કર્મચારીઓને PSIનું પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા ASIને પ્રમોશન સાથે બદલીના આદેશ આપ્યા છે. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે.
રાજયભરમાં અગાઉ થયેલ બઢતીઓ
15 મહિનામાં કુલ 7031 પોલીસ કર્મીઓને બઢતી અપાઈ હતી.વર્ષ 2024માં 6670 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી હતી.ગુજરાત પોલીસ દ્વારા નોંધપાત્ર પ્રમોશન અને ટ્રાન્સફર જાહેર કરાયા છે. કુલ 15 મહિનામાં 7031 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવી, જેમાં વર્ષ 2024માં 6670 કર્મચારીઓની બઢતી નોંધપાત્ર રહી છે.
261 ASIને PSI તરીકે બઢતી સાથે બદલી
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ બેડામાં ફરજ બજતા 261 થી વધુ એ.એસ.આઈને પીએસ.આઈ તરીકે સાથે બદલી ના આદેશ આપ્યા છે. અત્રે જણાવીએ કે, લાંબા સમયથી પ્રમોશનની રાહમાં બેઠેલા પોલીસ કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે
નવસારી જિલ્લામાં એ.એસ.આઈ તરીકે ફરજ બજતા ચાર પોલીસ કર્મચારીઓ એવા શ્વેતા બળદેવભાઈ પટેલ,ભાવેશ બીપીનચંદ્ર પટેલ,કૃણાલ મોહનલાલ સુવાગીયા તેમજ પ્રભુલાલ હિરાલાલ ઠુંગાને એ.એસ.આઈથી પીએસ.આઈ તરીકે પ્રમોશન અપાયા છે. તેમને બઢતી સાથે ટ્રાન્સફર પ્રક્રિયા અંતર્ગત શ્વેતા બી. પટેલને નવસારી થી રાજપીપલા, ભાવેશ બી. પટેલને નવસારી થી ડાંગ અને કૃણાલ એમ. સુવાગીયાને નવસારીથી વલસાડ તેમજ પ્રભુલાલ એચ ઠુંગાને નવસારી થી અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.