નવસારીમાં આગ લાગી: વેસ્માના ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પેપર મીલમાં ભીષણ આગ લાગી, આગ લાગતા અફરાતફરી મચી જવા પામી, ત્રણ શહેરની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

નવસારીમાં આગ લાગી: વેસ્માના ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પેપર મીલમાં ભીષણ આગ લાગી, આગ લાગતા અફરાતફરી મચી જવા પામી, ત્રણ શહેરની ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

નવસારી જિલ્લાની વેસ્મા ગામની સીમમાં ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. પેપરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જેના કારણે આસ પાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. તાત્કાલિક ફાયર વિભાગને ઘટનાની જાણ થઇ અને આગની ગંભીરતાને જોતાં નવસારી સિવાય બારડોલી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ પણ સ્થળે બોલાવવામાં આવી હતી.ત્રણેય શહેરના ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

હાલમાં નવસારી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગોડાઉનમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.આ ત્રણેય શહેરના ફાયર વિભાગની સંયુક્ત કામગીરીથી આગ પર ઝડપથી કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગ:

આ આગજની ધટના ઉદ્યોગ ધોરણો અને સુરક્ષા વ્યવસ્થાઓ વિશે પ્રશ્નચિહ્ન ઉભો કરે છે?! ઔદ્યોગિક વિસ્તારોમાં આગની શક્યતાઓ અને તેના પ્રતિકાર માટેની તૈયારી અંગે પુનર્વિચાર જિલ્લા વહીવટીતંત્રએ વિચારવું રહ્યું. જેથી આવી દુર્ઘટનાઓ  દુર્ઘટનાઓ ટાળવા તેમજ મોટી હોનારત ટાળી શકાય એમ છે

જિલ્લાના ઔદ્યોગિક એકમ અધિકારીએ

ફેરડીલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં થયેલી આ દુર્ઘટના એ સ્થાનિક અને સંયુક્ત ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી મોટી દુર્ધટના થતા રહી ગઈ છે, પરંતુ આ ઘટનાથી મળેલી બાદ જિલ્લાના તમામ ઔદ્યોગિક  સુરક્ષા વ્યવસ્થાઓ પુરતા પ્રમાણ છે કે નહિં તે અંગે  જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમો પુનર્મૂલ્યાંકન કરવું રહ્યું ?!

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *