નવસારીના કેસલી ગામના ચિત્ર શિક્ષક અજયકુમાર એચ.પટેલને રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ પ્રાપ્ત થયો

નવસારીના કેસલી ગામના ચિત્ર શિક્ષક અજયકુમાર એચ.પટેલને રાજ્ય કક્ષાએ વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ પ્રાપ્ત થયો

કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના 50 વર્ષ પૂર્ણ થતા 23 મો સન્માન સમારોહ આણંદ ખાતે યોજાયો. ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘ ની સ્થાપના 1975 માં થઈ હતી અને 2025 માં 50 વર્ષ પૂર્ણ થતા 50 વર્ષની ગોલ્ડન જુબેલી વર્ષની શાનદાર ઉજવણી અને સમારોહ સરદાર બેન્કવેટ હોલ આણંદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુખદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામ નાર,કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ મંત્રી તથા નાયબ દંડક રમણભાઈ સોલંકી,ધારાસભ્યો યોગેશભાઈ પટેલ આણંદ,વિપુલભાઈ સોજીત્રા,કમલેશભાઈ પટેલ પેટલાદ, લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સાંઘાણી, આર્કિટેક મયંક રાવલ, ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ, અશોકભાઈ ખાંટ, કેળવણી મંડળ તારાપુરના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, કલા શિક્ષક સંઘના આધ્ય સ્થાપક અરવિંદભાઈ વાકાણી, નિવૃત્ત માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ફરેશન દલપતભાઈ પઢીયાર, સૌમ્ય દેવ હજરા આસિસ્ટન્ટ ડાયરેક્ટ માર્કેટિંગ, પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી, આણંદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી કામિનીબેન ત્રિવેદી, ચિત્રકાર કલેંદુ મહેતા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્યકલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનોનું શાબ્દિક પરિચય આપ્યો હતો.શુકદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસ રુચિના વિષયમાં આગળ આવે અને માતા પિતા તેનું ધ્યાન રાખે તો વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે છે તેમ જણાવ્યું હતું. નાયબ દંડક રમણભાઈ સોલંકી એ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોને ઉપસ્થિત રહેવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અને ચિત્રકલા નું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના બે ત્રણ પ્રશ્નો છે તેને ઉકેલની દિશામાં વિચારશે અને આગળ રજૂઆત કરવામાં આવશે એમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત જિલ્લામાંથી વધુ વિદ્યાર્થીઓ ને ભાગ લેવડાવવા તથા કલા તથા સંગીત ક્ષેત્રે સિદ્ધિ મેળવવા બદલ કેસલી ગામ તથા સુરતના એક્સપરિમેન્ટલ સ્કૂલના  શિક્ષક અજયકુમાર એચ પટેલને વિશિષ્ટ શિક્ષક તરીકે પસંદગી કરી કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર તથા ગાયક ભરતદાન ગઢવીના હસ્તે એવોર્ડ,સર્ટિફિકેટ,મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા શાળાના વિદ્યાર્થી દવે રુદ્ર ભાવેશભાઈ ને દ્રશ્ય ચિત્ર કલાકાર નો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ શિક્ષક સન્માન મેળવવા બદલ શાળાના આચાર્ય કિશોરકુમાર જાની અને શાળા પરિવારે તથા કેસલી ગામ્રજનોએ  અભિનંદન પાઠવ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *