નવસારીમાં ભગવાન સત્ય સાંઈબાબાનો શતાબ્દી જયંતિ મહોત્સવ ઉજવાશે

નવસારીમાં ભગવાન સત્ય સાંઈબાબાનો શતાબ્દી જયંતિ મહોત્સવ ઉજવાશે

વિશ્વભરમાં પ્રેમ, શાંતિ, એકતા અને ધર્મનો સંદેશ ફેલાવનાર તેમજ સત્ય સાંઈ સેન્ટરો દ્વારા અભૂતપૂર્વ લોકસેવાના કાર્યો કરનાર ભગવાન સત્ય સાંઈબાબાની શતાબ્દી જયંતિ નિમિત્તે નવસારી સેન્ટર દ્વારા વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

શતાબ્દી જયંતિ ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ તેમજ મરોલીયા હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત નવસારીના વિવેકાનંદ સોસાયટી સ્થિત સત્ય સાંઈ સેન્ટર ખાતે રેડ ક્રોસ નવસારીના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 75 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવસેવામાં યોગદાન આપ્યું હતું.

આ ઉજવણી અંતર્ગત સોમવાર, 23 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી અને હાલના માહિતી આયોગના રાજ્ય કમિશનર તેમજ પ્રખર સત્ય સાંઈ ભક્ત નિખિલભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહેશે. સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન સત્ય સાંઈ સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા કન્વીનર જયદીપ દેસાઈ અને તેમની ટીમ ખડે પગે સેવા આપી રહી છે. આ પ્રસંગે નવસારીના સત્ય સાંઈ ભક્ત જી.પી. મહેતા પરિવારના ભાવનાબેન અને ગૌતમભાઈ મહેતા તરફથી ભગવાન સત્ય સાંઈબાબાએ ભેટ આપેલી પાદુકા નિખિલભાઈ ભટ્ટને અર્પણ કરવામાં આવશે.

કાર્યક્રમ બાદ સત્ય સાંઈ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા કન્વીનર જયદીપ દેસાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *