નવસારીના ધારાગીરીમાંથી પસાર થતી પૂર્ણા નદીના ઓવારા પર દુઃખદ ઘટના બનાવા પામી: એક જ પરિવારના ભાભી તથા દિયરનું મૃત્યુ થયું ધારાગીરી વિસ્તારમાં પૂર્ણા નદીના ઓવારા પર દુઃખદ ઘટના બનાવા પામી: એક જ પરિવારના ભાભી તથા દિયરનું મૃત્યુ થયું
- Uncategorized
- April 8, 2025
- 1 Comment
નવસારીના ધારાગીરીમાંથી પસાર થતી પૂર્ણા નદી ઓવારા પર એક દુઃખદ ઘટના બનાવા પામી છે. પૂર્ણા નદીના ઓવારા પર કપડાં ધોવા ગયેલી ચાર મહિલાઓમાંથી એક અચાનક પાણીમાં ડૂબવા લાગી હતી. તેને બચાવવા અન્ય ત્રણ મહિલાઓ પણ નદીમાં ઉતરી હતી.

જ્યારે આ ઘટના બની રહી હતી આ ચારે મહિલાઓને ડૂબતા જોઈને એક સ્થાનિક યુવકે તેની ભાભી સહિતની મહિલાઓને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ, તે યુવક પણ નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો.તે સમયે નજીકથી પસાર થતા માછીમારોએ સતર્કતા દાખવી અને તરત જ જાળ ફેંકી ત્રણ મહિલાઓના જીવ બચાવ્યા હતા.એક મહિલાને બચાવી શકાય નહીં અને તેનું મૃતદેહ બહાર કાઢી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

આ ધટના અંગે નવસારી ફાયરબ્રિગેડ તથા ગ્રામ્ય પોલીસ ધટના સ્થળ પર પહોંચ હતી.આ ઘટનામાં નદીમાં ઝપલાવનાર એક યુવાન પણ નદીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું છે નવસારી ફાયર બ્રિગેડ જવાનોએ ગુમ થયેલ યુવાન શોધખોળ હાથ ધરી હતી

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક મહિલા અને થયેલો યુવાન દિયર-ભાભી છે. નદીમાં બચાવવા ઝંપલાવનાર યુવાનનો મૃતદેહ પણ નવસારીના ફાયર બ્રિગેડ જવાનો શોધખોળ દરમિયાન મળી આવ્યો હતો.
નવસારી નજીક ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં જ્યાં 4 મહિલા અને 1 પુરુષ નદીમાં ડૂબી ગયાં હતાં. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે અને એક યુવાન મોત થયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ પૂર્ણા નદીમાં ડૂબવાથી મોતને ભેટેલી 22 વર્ષીય આરતી શૈલેષ શેખલીયાને ત્રણ મહિનાનું ગર્ભ હતું. જ્યારે તેના દિયર 25 વર્ષીય કલ્પેશ હસમુખ શેખલીયાના લગ્નને માત્ર 12 મહિના થયા હતા.ભાભી તથા દિયર બંને મૃતદેહ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પીએમ સહિત અન્ય કાર્યવાહી નવસારી ગ્રામ્ય પોલીસ હાથ ધરી છે.

1 Comments
દુઃખદ ઘટના