ગુજરાતના દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું: ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસનું સંયુક્ત ઓપરેશન
- Uncategorized
- April 14, 2025
- No Comment
ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઘુસાડવા પ્રયત્નો કરવામાં આવતો હોય છે. તેને ઝડપી પડાતો હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ત્યારે, વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને મોટી સફળતા મળી છે. માદક પદાર્થોનો કાળો કારોબારને નાકામ કર્યો છે.
https://x.com/IndiaCoastGuard/status/1911603835790835713?t=filq3kdXKo5LdhRVYIox9g&s=19
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જેની કિંમત 1800 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. ગુજરાતના પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું. માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાનાં જહાજો અને વિમાનોને તહેનાત કર્યાં હતાં.
300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત
કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી હતી અને ત્યાર બાદ તેને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી.
હાલ, બોટની રાષ્ટ્રીયતા અને તેમાં સવાર ક્રૂ વિશેની માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. જોકે, સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસમાં લાગી ગઈ છે અને કાળાબજારના પર્દાફાશ સાથે આગળની કાર્યવાહી ચાલુ રાખી છે.
ગુજરાતના દરિયામાંથી માદક પદાર્થ ધુસાડવાનો પ્રયાસ નાકામ બનાવાયું