એલ.સી.બી નવસારીની કાર્યવાહી: 13,968 નંગ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો, કુલ રૂપિયા 25.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

એલ.સી.બી નવસારીની કાર્યવાહી: 13,968 નંગ વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો, કુલ રૂપિયા 25.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂ હેરાફેરીને અંકુશમાં લેવા માટે એલ.સી.બી. દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી હતી.નવસારી જિલ્લામાં વી.જે. જાડેજા, સીની.પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તેમજ પીઆઈ એસ.વી. આહીર તથા સ્ટાફે ખાનગી બાતમીદારોને મદદ લઈ દારૂ હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે તા.૧૬/૦૪/૨૦૨૫ના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસને મળેલી બાતમીના આધારે નાગધરા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળી સામેના રોડ પરથી દારૂ ભરેલો ટેમ્પો પકડ્યો હતો. જેમાં કુલ 25.28 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

https://youtube.com/shorts/YsDycdaNbrE?si=vc-B62ffn2yrLNPf

નવસારી એલસીબીના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને પો.કો.અર્જુનસિંહ હર્ષદભાઈને મળેલી બાતમીના આધારે નાગધરા વિભાગમાં કામગીરી દરમ્યાન આરોપી શિવબહાદુર હીરાલાલ વિશ્વકર્મા (ઉ.વ.૩૧, રહે. ત્રિસુંડી, જિ. અમેઠી, ઉત્તરપ્રદેશ)ને ટાટા કંપનીની ટ્રક નં. DD 01 A 9726 સાથે અટકાવવામાં આવ્યો હતો. પોલીસે આ ટેમ્પોમાંથી 351 બોક્સમાં ભરેલા 13,968 નંગ વિદેશી દારૂના નંગોની (વ્હિસ્કી અને ટીન બિયર) મળતો કુલ રૂ. 15,16,704/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત રૂ. 10,00,000/- ની કિંમતની ટ્રક, રૂ. 10000/- નો મોબાઇલ ફોન અને રૂ. 2000/- રોકડ મળીને કુલ રૂ. 25,28,704/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

આ મામલે નવસારી રુરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી પાસેથી દારૂ ભરાવનાર  તરીકે “રમેશભાઈ” નામના ઈસમનો ઉલ્લેખ થયો છે, જેનું પુરું નામ અને સરનામું જાણવા મળેલ નથી અને તે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

1 Comments

  • Good work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *