નવસારી નગર રચના યોજના : દબાણ હટાવાની કાર્યવાહીથી 500 થી વધુ પરિવારો પર ખતરો, અસરગ્રસ્તોની મહાનગર પાલિકામાં રજૂઆત

નવસારી નગર રચના યોજના : દબાણ હટાવાની કાર્યવાહીથી 500 થી વધુ પરિવારો પર ખતરો, અસરગ્રસ્તોની મહાનગર પાલિકામાં રજૂઆત

નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે અમલમાં લાવવામાં આવેલી નગર રચના યોજના હવે સામાન્ય જનતાની ચિંતા તથા અસ્વસ્થતાનું કારણ બની રહી છે. વિશેષ કરીને વોર્ડ નં. 13 ખાતે દશેરા ટેકરીના હોળી મોહલ્લાથી લઈ તીઘરાના અલીફ નગર સુધીના વિસ્તારોમાં આવેલા નવસારી શહેરમાં છેલ્લા 150 વર્ષથી આદિવાસી સમાજના લોકો વસવાટ કરી રહ્યો છે.

વર્ષોથી આદિવાસી સમાજના લોકો સરકારી જમીન,કબજાવાળી જમીન કે ભાડાની જગ્યામાં રહે છે. તાજેતરના અનુભવો દર્શાવે છે કે ટીપી સ્કીમ (ટાઉન પ્લાનિંગ સ્કીમ)ના અમલમાં આદિવાસી સમાજના આશરે 500 મકાનોને દબાણ જણાવીને 15 દિવસમાં ખાલી કરવાની નોટિસ ફટકારાતા શ્રમિક વર્ગમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ વિસ્તારોમાં વસવાટ કરતા મોટા ભાગના લોકો આદિવાસી તથા ગરીબ વર્ગના હોવાથી આજે આદિવાસી જન જાગૃતિ સમિતિ તેમજ પૂર્વ નગરસેવકોની આગેવાનીમાં અસરગ્રસ્તોએ મહાનગર પાલિકા કચેરી ખાતે પહોંચી કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ઘરના બદલામાં ઘર આપવામાં આવે અને ત્યાં સુધી કોઈપણ કામગીરીના અમલ પહેલાં વૈકલ્પિક વસવાટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ ઉઠાવવામાં આવી છે.

વિજલપોર નગરપાલિકા સમયે તૈયાર થયેલી નગર રચના યોજના અંતર્ગત દશેરા ટેકરીથી તીઘરાના અલીફ નગર સુધીના વિસ્તારોમાં માર્ગને પહોળો કરવાની યોજના છે. જેની અમલવારી માટે બંને તરફ દબાણમાં આવેલી મિલકતોને હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરંતુ આ કારણે વર્ષોથી વસવાટ કરતા શ્રમિક અને ગરીબ લોકો પર ઘરના ગુમાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

આજરોજ રજૂઆત દરમિયાન ડેપ્યુટી કમિશ્નર ગૌરાંગ વાસાણી અને કમિશ્નર દેવ ચૌધરીએ અસરગ્રસ્તોની રજૂઆત સાંભળી હતી. ડે. કમિશ્નરે સરકારી આવાસ યોજનાના માધ્યમથી તેમને ઘર આપવા માટે તૈયારી દર્શાવી હતી.સાથે સાથે તત્કાલ નોટીસના અમલ મુદ્દે હમણાં કોઈ ત્વરિત કાર્યવાહી નહીં થાય એવો આશ્વાસન પણ આપ્યું હતું.

મુખ્ય પડકારો:

આદિવાસી હિતોની અવગણના: ટીપી સ્કીમમાં વસવાટ કરતા આદિવાસી પરિવારોના મકાનો અને રહેણાંક વિસ્તારોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી.

જમીન માલિકીના પુરાવાની અછત: કાયદાકીય દસ્તાવેજોની અભાવના ના કારણે આદિવાસી પરિવારો પોતાનું હક સાબિત કરવામાં અસક્ષમ બને છે.

વિસ્થાપનથી થતી અસર: વિસ્થાપનથી આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ અને જીવનશૈલી ખતરામાં મૂકાય છે.

નવસારી મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને આદિવાસી સમાજની ન્યાયસંગત માંગણીઓ:

આદિવાસી હિતનું રક્ષણ: ઓરિજનલ પ્લોટ, સરકારી જમીન અથવા ભાડાના આધારે રહેતા પરિવારોને ત્યાં જ સુરક્ષિત રહેઠાણ સુનિશ્ચિત કરવું. વિકાસ યોજના ઘડતી વખતે આદિવાસી વિસ્તારોને અકબંધ રાખવા માટે ધ્યેયઘટિત યોજના બનાવવી.

વિસ્થાપન વિના વિકાસ: આદિવાસી પરિવારોને તેમના મૂળ રહેઠાણમાંથી વિસ્થાપિત ન કરવાની યોજના ઘડવી. “ઘરના સામે ઘર” ધોરણ હેઠળ પૂરતું પુનઃસ્થાપન કરવામાં આવે.

તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા: જો વિસ્થાપન અનિવાર્ય બને, તો તેમને નવસારી શહેરની હદમાં જ યોગ્ય વૈકલ્પિક વસવાટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી.

• કાયદાકીય સુરક્ષા: ભવિષ્યમાં આદિવાસી હિતોને નુકસાન ન થાય તે માટે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે.

આદિવાસી સમાજનું યોગદાન:

આદિવાસી સમાજે સદીઓથી દેશ અને શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમનો સાંસ્કૃતિક વારસો, જીવનશૈલી અને સામાજિક હિતોની રક્ષા કરવી, દરેક તંત્ર અને નાગરિકની સામૂહિક જવાબદારી છે.સ્થાનિક આદિવાસી અને નાગરિકોમાટે તાત્કાલિક નવસારી મહાનગરપાલિકા દ્વારા યોગ્ય અને સમયસર પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા છે.

આજે આવેદનપત્ર આપી સ્થાનિક આદિવાસી સમાજ અને સંગઠનો દ્વારા તાત્કાલિક રજુઆત કરવામાં આવી છે.હવે નવસારી મહાનગરપાલિકાના નિર્ણય અને અસરકારક કાર્યવાહી પર સૌની નજર છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *