સાવધાન રહો.. નવસારીના ગણદેવા ગામમાં રહેણાંક વિસ્તાર દીપડા ધુસ્યો: પાલતુ કુતરાનું શિકાર બનાવ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો?! જુઓ વિડિઓ
- Local News
- April 18, 2025
- No Comment
નવસારી જિલ્લાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરી પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું, જેનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગણદેવી વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી સાવચેતીના પગલાં હાથ ધર્યા છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં દીપડાએ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરીને એક પાલતુ કુતરાનું શિકાર કર્યું હતું. આ ઘટના આમલી ફળીયામાં બની હતી, જેને પગલે સમગ્ર ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
https://youtu.be/SsVBOYwBAic?si=xhrlNyfbnkkoLj1r
ઘટનાની જાણ થતાં જ ગણદેવી વનવિભાગના આર.એફ.ઓ છાયાબેન પટેલ તથા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગે સ્થાનિકોને શાંતિ જાળવવા, ઘરની બહાર ખાસ કરીને રાત્રિ સમયે ન રહેવા તથા સાવચેતી રાખવા સૂચના આપી છે. સાથે જ, દીપડાને પકડવા માટે તાત્કાલિક પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.
ગણદેવા ગામમાં આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ નવસારી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના દેખાવાની ઘટનાઓ નોંધાઈ છે. જંગલ અને વસાહતના નજીક હોવાને કારણે આવી ઘટનાઓ વધતી જાય છે, જેને લઈ સ્થાનિકોમાં સતત ભયનો માહોલ છવાયેલો રહે છે.
વનવિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની જંગલી પ્રાણીઓની હરકતો જોવામાં આવે તો તરત જ સંબંધિત વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવે. જે યોગ્ય પગલાંઓ લઈ શકાય
આ ઘટના ફરી એકવાર લોકોને પ્રકૃતિ અને જંગલી જીવજંતુઓ પ્રત્યે વધુ જવાબદારી સાથે વ્યવહાર કરવા માટે ચેતવી રહી છે. માણસ અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવું આજના સમયમાં મહત્વપૂર્ણ બની ગયું છે.