નવસારીના આશાપુરી મંદિર પાસે પાર્ક કરેલી ઈકો વાનમાં આગ લાગી,નર્સરીના તમામ બાળકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા,ફાયર વિભાગ મોડું પહોંચ્યા આક્ષેપ સ્થાનિકોએ કર્યા
- Local News
- April 18, 2025
- No Comment
નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આજે એક ઈકો વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. મુખ્ય રસ્તા નજીક પાર્ક કરેલી વાનમાં અગ્મ્યકારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
https://youtu.be/nHyWb_Q5q7s?si=y2JQJBuNYaxP_FQ7
નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં એક ઈકો વાનમાં આગ લાગી હતી. મુખ્ય રસ્તા પર પાર્ક કરેલી વાનમાં અગ્મયકારણો સર આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટના સ્થળ પાસે આવેલી નર્સરીના પ્રિન્સિપાલને ઘટનાની જાણ થતાં તેમના તત્પર અને સમજદારીભર્યા પગલાથી મોટી દુર્ઘટના ટળી હતી. જો આગ વધુ પ્રસરી હોત, તો બાળકોના જીવનને પણ જોખમ ઊભું થઈ શકે તેમ હતું.સદનસીબે કોઈ નુકસાન થયું નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર,નવસારી શહેરના આશાપુરી મંદિર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. પાર્ક કરેલી ઈકોમાં આગ લાગી હતી. વાનમાં એ સમયે એક મહિલા અને બે બાળકો હાજર હતા, તેઓ ઝડપથી બહાર આવી જતાં કોઈ જાનહાની થવા ન પામી હતી.વાહન માલિકે તાત્કાલિક ફાયર એક્સટિંગ્વિશર વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ વધુ હોવાથી તે નિષ્ફળ રહ્યો હતો.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને તાત્કાલીક કરવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.નવસારી ફાયર વિભાગના કર્મચારી જણાવ્યા મુજબ આગનો કોલ મળતાં તરત પહોંચી ગયા હતાં.આગને કારણે વાનને મોટું નુકસાન થયું છે, તેમ છતાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી, જે રાહતની વાત છે.

આ મામલે નવસારી ફાયર વિભાગના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગનો કોલ મળતા તાત્કાલિક અમે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ જાનહાની કે નુકસાન થયું નથી. આગને કારણે વાન મોટું નુકસાન થવા પામ્યું છે.