રાજ્યમાં પ્રથમવાર ગાંજાયુક્ત જોમ્બી ઇ-સિગારેટનો પર્દાફાશ, વાંસદામાંથી 28 લાખનો મુદ્દામાલ જપ્ત
- Local News
- April 18, 2025
- No Comment
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધરા ગામે રાજ્યમાં પ્રથમવાર ગાંજાનું સેવન કરાવતી જોમ્બી ઇ-સિગારેટનો કેસ ઝડપાયો છે. આ ઓપરેશન દરમિયાન SMCએ 20 જોમ્બી ઇ-સિગારેટ તથા 80 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
જપ્ત કરાયેલ ઇ-સિગારેટની કુલ કિંમત અંદાજે 20 લાખ રૂપિયા અને ગાંજાની કિંમત 8 લાખ રૂપિયા છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii) તથા 27 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના સિનિયર અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરાયેલ આ સફળ ઓપરેશનમાં જોમ્બી ઇ-સિગારેટમાં અતિપ્રભાવશાળી તત્વ તરીકે ઓળખાતા ટેટ્રા હાઈડ્રો કેનાબિનોલ (THC)ની હાજરી બહાર આવી છે, જે માનસિક અને શારીરિક અસર કરતું તત્વ આમાં જોવા છે. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા ઇ-સિગારેટના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ નશીલા પદાર્થો અંગે કોઈપણ માહિતી તરત પોલીસ કે રાજ્ય મોનિટરિંગ સેલને આપીને કાયદાકીય કાર્યવાહીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.