નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:રજુ થયેલા સંબંધિત વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
- Local News
- April 19, 2025
- No Comment
નવસારી જિલ્લા સંકલન સમિતિની બેઠક ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને નવસારી મહાનગરપાલિકા કમીશ્નર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન કલેક્ટરે પદાધિકારીઓ દ્વરા સમિતિ સમક્ષ રજૂ થયેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી અને ઉકેલ માટે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

જિલ્લાના અધિકારીઓને ઉનાળા દરમિયાન સરકારી કચેરીમાં આવનાર નાગરિકોને પાણી તથા શેડની વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે દિશામાં અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું . સાથે જ અધિકારીઓને ફિલ્ડ વિઝિટ દરમિયાન અન્ય વિભાગો સંબંધિત પ્રશ્નોની નોંધ કરી તે જિલ્લા સંકલન સમિતિની આગામી બેઠકમાં રજૂ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી .
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ , નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય, નિવાસી અધિક કલેકટર વાય બી ઝાલા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓ અને સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.