નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત
- Local News
- April 19, 2025
- No Comment
નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ જિલ્લા કલેકટર અને નવસારી મહાનગરપાલિકા કમીશ્નર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઇ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકના અધ્યક્ષ દેવ ચૌધરીએ અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ વ્યવસ્થા, ગ્રામ્ય અને તાલુકા કક્ષાની તકેદારી સમિતિની ભૂમિકા તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઈ-કેવાયસી અંગે ચર્ચા-સમીક્ષા કરી હતી. અને નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે જે બાબતે સમિતિના તમામ સભ્યોનો સહયોગ લઈ કામગીરી કરવાનું સૂચન તથા માર્ગદર્શન આપ્યું હતું .

જિલ્લા પુરવઠા અધિકારી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા નાગરિક પુરવઠાની બેઠકમાં નવસારી જિલ્લામાં એપ્રિલ- ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ સુધીમાં જિલ્લાકક્ષાએ થી વાજબી ભાવની દુકાનની કુલ-૧૪૧,બિનપરવાનેદારોની-૭૪,ગેસ એજન્સીઓ-૪૨, ગોડાઉન-૩૨, પેટ્રોલપંપ-૮૧ તપાસણી કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, વાંસદા પ્રયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.