નવસારીમાં પંદર હજારની લાંચ લેતા સહાયક મત્સ્યાધિકારી એસીબીના જાળમાં ફસાયો
- Local News
- April 19, 2025
- No Comment
એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) નવસારી યુનિટે એક સફળ કામગીરીમાં જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીના સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકકુમાર ત્રિભુવનભાઈ ચૌહાણને રૂ. 15,000/- ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડી પાડ્યો છે.નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે.
નવસારી જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં એક મોટી કાર્યવાહી થઈ છે. સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ફરીયાદીના પિતા લાંબા સમયથી માછીમારીના ધંધા સાથે સંકળાયેલા છે. ટ્રોલર બોટ માટે નવું એન્જિન ખરીદવામાં આવ્યું હતું અને તે માટે મળતી સબસિડી તેમજ બોટની માલિકી બદલાવવા માટે પકડાયેલા આ અધિકારી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી. ચૌહાણે સબસિડી માટે રૂ. 5,000 અને માલિકી બદલવા માટે રૂ. 10,000 માગ્યા હતા.
આ કેસમાં એક માછીમારે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે નવસારી એસીબીનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં એક માછીમારે ફરિયાદ નોંધાવી હતી. નવસારી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને દીપક ચૌહાણને લોબીમાં ખાતે લાંચ લેતા પકડી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
