નવસારીના ગણદેવી રોડ પર ડીઝલ અને પેટ્રોલ ભેરલું ટેન્કર પલટી જતા ટ્રાફિક જામ, નવસારી ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી:જુઓ વિડિઓ
- Local News
- April 19, 2025
- No Comment
નવસારીના ગણદેવી રોડ પર રાજહંસ સિનેમા નજીક રાત્રી દરમિયાન પેટ્રોલ-ડીઝલ ભરેલ ટેન્કર પલટી ગયું હતું. દૂર્ઘટનાનું મુખ્ય કારણ રસ્તા વચ્ચે અચાનક આવી ગયેલી ગાય અને અંધારાને કારણે ડ્રાઈવરને ડીવાઈડર ન દેખાવું હોવાનું સામે આવ્યું છે.
આ ટેન્કરમાં અંદાજે 8,000 લિટર પેટ્રોલ અને 4,000 લિટર ડીઝલ ભરાયેલું હતું. ટેન્કર પલટી જતા ભારે માત્રામાં પેટ્રોલ અને ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું, જેને કારણે ભીષણ આગનો ભય ઉભો થયો હતો. ઘટનાની જાણ કરાતા નવસારી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને ફોમ યુકત પાણીના મારો ચલાવી મોટી દુર્ઘટના ટાળવા પ્રયાસ કર્યો હતો.
સાથે જ, નવસારી ગ્રામ્ય પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક નિયંત્રણ માટે કામગીરી હાથ ધરી હતી. ટેન્કર પલટી જતાં ગણદેવી રોડ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.