“વિશ્વ પુસ્તક દિન” નાં દિવસે નવસારીની સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે “વેકેશન વાચનોત્સવ” નો શુભારંભ
- Local News
- April 24, 2025
- No Comment
નવસારીની સયાજી વૈભવ લાઈબ્રેરી નામ મુજબ વૈભવશાળી પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં એવું એક પણ પુસ્તકાલય નથી જે બાળકો ,પુસ્તકપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે વિવધ કાર્યક્રમોનું આયોજન કરતું હોય. બાળકોનો સર્વાંગી વિકાસ કરતા વર્કશોપનું આયોજન એટલે “વેકેશન વાચનોત્સવ”.સયાજી વૈભવ 2008 થી આ પ્રણાલી આગળ ધપાવી રહી છે.
જે માટે સંસ્થાના આગેવાનો, કાર્યકરો, નવસારીનાં પુસ્તક પ્રેમીઓ બાળકોનો ઉત્સાહ ,તજજ્ઞોની નિઃસ્વાર્થભાવે સેવાનો ફાળો અતિ મહત્ત્વનો સ્વ.મહાદેવ ભાઈ દેસાઈનાં ફાળાને કેમ કરી ભુલાય ! 23 એપ્રિલ બુધવારે વેકેશન વાંચનોત્સવનું ઉદ્ઘાટન પ્રોફેસર, લેખક, નાટ્યકાર શ્રી વિજયભાઈ સેવકનાં હસ્તે કરવામાં આવ્યું હતું.દીપ પ્રાગટયમાં અતિથિ વિજયભાઈ સાથે કોષાધ્યક્ષ દીપકભાઈ પરીખ, બાળકો,માધવીબેન શાહ, પ્રશાંત પારેખ જોડાયા હતા.ટ્રસ્ટી જયપ્રકાશભાઈ મહેતા દ્વારા પુસ્તક આપી વિજયભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ 45 દિવસ ચાલનારા સૌથી મોટા ઉત્સવમાં 137 જેટલા બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જે સરાહનીય બાબત છે. પ્રમુખ પ્રશાંત પારેખે સ્વાગત વિધીમાં પોતાના આશીવચનો કહ્યા હતા. માનદમંત્રી માધવીબેન શાહે 45 દિવસ ચાલનારા વર્કશોપ તેમજ તજજ્ઞો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમનું સંચાલન યશશ્રી રરાવીકરે કર્યું હતું.અતિથિ વિજયભાઈ સેવકનો પરિચય નાનકડી પ્રાંજલ ઉનડકતે આપી હાજર સૌના હૃદય જીત્યા હતા.આભારવિધિ દેવાંશી રંગુનવાલાએ વ્યક્ત કરી હતી.મોટી સંખ્યામાં બાળકો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા.હાજર બાળકોને ભેટરૂપે પ્લાન્ટ આપી બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.