અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાતનું 80મું મધ્યસ્થ અધિવેશન નવસારીમાં યોજાશે
- Local News
- April 25, 2025
- No Comment
અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાતનું 80 મધ્યસ્થ અધિવેશન નવસારીમાં મળી રહ્યું છે ત્યારે અપીલિન મહિલા પરિષદના સ્થાપકો હતા મહારાણી ચીમનાબાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે સાંગલીના મહારાણી અમીના બેગમ તથા ભારતનું બુલબુલ અને ધરાસણા સત્યાગ્રહ ના નેતા સ્વાતંત્ર સેનાની સરોજિની નાયડુ તથા ઉમદા ગાંધી જન્મ અને રાષ્ટ્રની પરમ સેવિકા કમલાદેવી ચટ્ટોપાધ્યાય આ અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રથમ અધિવેશનના વિશેષ આયોજકો હતા.

નવસારીમાં અખિલ હિન્દ મહિલા પરિષદની સ્થાપના 1962 માં પ્રખર ગાંધીવાદી અને દીનભાઈ દાબુ કન્યા વિદ્યાલયના માજી પ્રમુખ લીલાબેન દિનકરભાઇ દેસાઈના નેતૃત્વમાં થઈ હતી.નવસારીની આગેવાન મહિલાઓ ઇન્દિરાબેન દેસાઈ, પાલીબેન શાહ તેમજ મીરાબેન દેસાઈ કુસુમબેન મજબુદાર, હીરાબેન બક્ષી અને કાન્તાબેન મણીલાલ શાહ વિગેરે હતા.
અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ તરીકે સેવાભાવી એવા ચેતનાબેન બિરલા ફરજ બજાવી રહ્યા છે અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા એક સુંદર શાળા મંકોડીયા ખાતે આવેલી છે આ શાળાના આચાર્યા સોનલબેન જોષી અને પ્રજ્ઞાબેન કેવટ સેવાઓ આપી રહ્યા છે આ શાળા શરૂ કરતાં અગાઉ દિનેશભાઈ મહેતા ના પ્રયત્ન ને લઈને મહેન્દ્ર બ્રધર્સ દ્વારા મોટી સખાવત કરવામાં આવી હતી ત્યારબાદ જૈન સોસાયટી ખાતે રહેતા ગાંધીજન છગનલાલ ઝવેરચંદ શાહ દ્વારા ખૂબ મહત્વની સખાવત થતા અખિલન મહિલા પરિષદની આ સ્કૂલ ધોરણ 12 માં સુધી નું શિક્ષણ આપે છે

નવસારી ખાતે રવિવાર તારીખ 27 એપ્રિલના રોજ મહિલા પરિષદ ગુજરાત શાખાનું 80મો અધિવેશન મળી રહ્યું છે તેના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ તેમજ લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે ગુજરાતના સેવાભાઈ મહિલાઓ ડોક્ટર લક્ષ્મીબેન ગાંધી દિપ્તી બેન પરીખ દક્ષાબેન મામતોરા તેમજ તેમજ સ્થાનિક આગેવાન મહિલાઓ અરુણધતિબેન દેસાઈ માધવીબેન શાહ શીતલબેન સોની વિશેષ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી ખાતે સયાજી વૈભવ લાઇબ્રેરીની બાજુમાં જૂની સૌરાષ્ટ્ર હોટલ ની બાજુમાં મહારાણી ચીમનાબાઈ મહિલા વિશ્રામ શોપિંગ સેન્ટર છે ઉપરાંત ભારતની બુલબુલ ગણાતા સ્વાતંત્ર સેનાની અને ધરાસણા મીઠા કર સત્યાગ્રહ ના નેતા સરોજિની નાયડુ એ નેતૃત્વ કર્યું હતું
બ્રિટિશ પોલીસ દ્વારા આ સત્યાગ્રહ દરમિયાન ભારે દમન થતાં બે સત્યાગ્રહ મોત અને 320 સત્યાગ્રહ ઘાયલ થયા હતા. આમ અખિલ હિન્દ મહિલા પરિષદ નો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે અને નવસારીની નારીઓ પણ આ સંસ્થાને ઉજાગર કરવામાં ઉમદા તપસ્યા કરી છે.