સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત :નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત :નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે યોગ શિબિર યોજાઈ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને મનાવતા તરફ દોરવાના ઉમદા હેતુથી IDY કાઉન્ટ ડાઉનના ભાગરૂપે એક કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ હતી.આ યોગ શિબિરમાં નવસારીના શહેરીજનો સ્વાસ્થ્ય, સુખાકારી, યોગ પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી મોટી સંખ્યામાં ભાગ લિધો હતો.

યોગ શિબિરમાં યોગ સેવક શીશપાલજી તથા “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ “ના સભ્યો દ્વારા યોગ અને પ્રાણાયમની તાલીમ આપવામાં આવી હતી. નિયમિત વ્યાયામ કરવો, તણાવનું સંચાલન કરવા ધ્યાન અથવા યોગ કરવાથી ઉંમરની સાથે કામકાજના ભારણના કારણે તથા માનસિક તેમજ અનેક મહત્વના વિષય ઉપર પણ ચર્ચા કરી તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાત રાજ્ય બોર્ડના ચેરમેન શીશપાલજીએ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા લાવી શકાય તે માટે સૌ કોઈને નિયમિત યોગ કરવાની હિમાયત કરી હતી તથા હાયપર ટેન્શન, મેદસ્વિતા તેમજ વિવિધ પ્રકારના આહારમાંથી મળતા તત્વો વિશે ચર્ચા કરી સ્ફૂર્તિમય જીવન તરફ પ્રયાણ કરવા બાબતે સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા.

યોગ શિબિરમાં આવેલા એન પટેલેએ જણાવ્યું કે શિબિરમાં શીખવેલા આસનોથી તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આ શિબિરમાં સહભાગીબની ખુબ આનંદ અનુભવે છું તથા મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તીનો અનુભવ થાય છે આ ઉપરાંત સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત જેવા અભિયાન હેઠળ નાગરિકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે તેની સરાહના કરી હતી.

આ શિબિરમાં નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ ચાવડા અને નવસારીના મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *