નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ

નવસારીના:કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા તળાવો તોડવા એનજીટીના આદેશ આધારે મોટી કાર્યવાહી જુઓ વિડિઓ

જલાલપોર કરાડી ગામમાં ગેરકાયદે ઝીંગા કરાડી ગામમા 4 એકરના તળાવો તોડવાનું શરૂ: 15 જેસીબી કામે લાગ્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં આજે વહેલી સવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ અનુસાર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. પૂર્ણા નદીના કિનારે બનેલા ગેરકાયદે ઝીંગા તળાવોને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

https://youtu.be/6CZbGktc9oQ?si=EzzpJU2ntaph3UID

આ ગેરકાયદેસર તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી.પરંતુ ત્રણ સુનાવણી દરમિયાન તેઓ કોઇપણ પ્રકારનો માન્ય પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા.વહીવટી તંત્રે કુલ ચાર એકરમાં ફેલાયેલા તળાવોને તોડી પાડવાની કાર્યવાહી આરંભી છે.

આ તળાવો દૂર કરવાની કામગિરીમાં કુલ 15 JCB મશીનો તૈનાત કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે અનિચ્છનીય પરિસ્થિતિના ટાળવા માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્થળ પર જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણી, જલાલપોર પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ-ઇન્સપેક્ટર તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ  હાજર રહ્યા છે.

જલાલપોર મામલતદાર મૃણાલ ઇસરાણીએ જણાવ્યું હતું કે જમીન મહેસુલ કાયદાની કલમ 61 અંતર્ગત માપણીના આધારે દબાણ પ્રસ્થાપિત થયું હતું. જેથી યોગ્ય કાયદાકીય પ્રક્રિયા બાદ આ તળાવો તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.આ કામગીરી સંપૂર્ણપણે કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ચાલુ છે, જેમાં તાલુકા વિકાસ અધિકારી સહિતનો સ્ટાફ પણ હાજર છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *