ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ મોકડ્રીલ યોજાશે: યુદ્ધમાં બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે: આવતીકાલે સાયરન વાગે તો જાણો શું કરવું

ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ મોકડ્રીલ યોજાશે: યુદ્ધમાં બચાવની ટ્રેનિંગ આપવામાં આવશે: આવતીકાલે સાયરન વાગે તો જાણો શું કરવું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોકડ્રીલનો આદેશ આપ્યો છે. કાર્યક્રમ અંતર્ગત આવતીકાલે 7 મેના રોજ ગુજરાતના 15 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. પહેલગામ આતંકવાદી હુમલાબાદ  ભારત-પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 244 સંવેદનશીલ જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજવા આદેશ આપ્યો છે.

આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન,ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે.નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે.

મોકડ્રીલના આયોજન માટે આજે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાશે જેમાં ગાંધીનગરથી મુખ્ય સચિવ વિડિઓ મારફતે જોડાશે. મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ મોકડ્રીલનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે જનતા અને તંત્રની તૈયારીને ચકાસવો અને વધારવો છે. મોકડ્રીલ દરમિયાન નાગરિકોને હુમલા સમયે બચાવ અંગે તાલીમ આપવામાં આવશે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971માં યોજાઇ હતી.

ગુજરાતના 15 જિલ્લામાં હાથ ધરાશે મોકડ્રીલ:

મોકડ્રીલ દરમિયાન જાહેરને આપેલી સલાહ:

સાયરન વાગે ત્યારે ગભરાવાનું નહીં

તાત્કાલિક સલામત સ્થળે ખસવું

ખુલ્લા સ્થળોથી દૂર રહો

ઘરો અથવા સુરક્ષિત ઇમારતોમાં જવું

સરકારની સૂચનાઓ અને ચેતવણીઓ પર ધ્યાન આપો

અફવાઓથી બચો, અધિકારીઓના આદેશોનું પાલન કરો

સાયરન ક્યાં લગાવવામાં આવશે?

સરકારી મકાનો, પોલીસ મુખ્યાલય, ફાયર સ્ટેશન, લશ્કરી થાણાઓ, મોટા બજાર વિસ્તાર અને પિંચ પોઈન્ટ્સ.

મોકડ્રીલમાં કોણ કોણ ભાગ લેશે?

જિલ્લા મેજિસ્ટ્રેટ, સ્થાનિક વહીવટ, સિવિલ ડિફેન્સ વોર્ડન, પોલીસમેન, હોમગાર્ડ્સ, કોલેજ-સ્કૂલનો વિદ્યાર્થી, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC), રાષ્ટ્રીય સેવા યોજના (NSS) તથા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS)

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *