ભર ઉનાળે:કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ નવસારી જિલ્લાના બાગયાતદાર ખેડૂતો જોગ
- Local News
- May 5, 2025
- No Comment
છેલ્લા કેટલા સમયથી વાતાવરણ અનિછનીય ફેરફાર કારણે બેવડી ઋતુનો થઈ રહી છે. ક્યારેય ઠંડી, ઝાંકળ, કમોસમી વરસાદ તો વધુ પડી ગરમી પણ પડી રહી છે. આ બધાની વચ્ચે જગતનો તાત(ખેડૂત) દ્વારા સમયતરે જુદા જુદા ખેત ઉગાડી રહ્યો છે.
વાતાવરણ આવનારા અનિછનીય ફેરફાર તેમજ ગ્લોબલ વોર્મિંગ લઈ ખેડૂતોને ખેત પેદાશ ઓછી થવી અથવા ખેત ઉત્પાદન નુકસાન વેઠવાનો વારો ઉભો થઈ રહ્યો છે.ત્યારે ફરી એકવાર મૌસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે
રાજ્ય મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં તા.૦૬-૦૫-૨૫ થી ૦૮-૦૫-૨૫ સુધી હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડવાની સંભાવના હોઈ આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ બાગાયતી પાકના રક્ષણ માટે નવસારી બાગાયત કચેરી દ્વારા તકેદારીના પગલાં લેવા ખેડુતોને સંદેશ આપવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી પાકને થતા નુક્સાનથી બચવા ખેતરમાં કાપણી/લણણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોઈ તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, ખુલ્લા પાકને તાડપત્રી/ પ્લાસ્ટીકથી યોગ્ય રીતે ઢાકિ દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું ,પપૈયા, કેળ, જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી,પાક ઉપર જંતુનાશક દવાનો છંટકાવ અને ખાતરનો ઉપયોગ આ સમય દરમ્યાન ટાળવું, કમોસમી વરસાદ બાદ ફળ, ફુલ અને શાકભાજી પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા હોય જરૂર જણાય તો યોગ્ય નિયંત્રક પગલા લેવા તેમજ બગીચામાં સાફ સફાઈ રાખવી જેથી રોગ જીવાત માટે સાનુકૂળ વાતાવરણ ન બને, વરસાદી સમયગાળા દરમિયાન બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું આ અંગે વધુ જાણકારી માટે ફોન નં. ૦૨૭૩૭-૨૮૧૮૫૮ પર સંપર્ક કરવાનું નાયબ બાગાયત નિયામકનવસારી દ્વારા જણાવાયું છે.