ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓનું તેજસ્વી પરિણામ:કોમર્સમાં ૧૦૦ ટકા અને સાયન્સમાં ૯૧ ટકા પરિણામ આવ્યું

ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીના વિદ્યાર્થીઓનું તેજસ્વી પરિણામ:કોમર્સમાં ૧૦૦ ટકા અને સાયન્સમાં ૯૧ ટકા પરિણામ આવ્યું

ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીના ધોરણ ૧૨ના પરિણામોમાં વર્ષ ૨૦૨૪–૨૫ માટે એક નવો ઈતિહાસ રચાયો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓમાં શાળાના કોમર્સ પ્રવાહમાં ૧૦૦% અને વિજ્ઞાન પ્રવાહમાં ૯૧% વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે.

ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં રાજ્ય બોર્ડનું કુલ પરિણામ ૮૩.૫૧% અને નવસારી જિલ્લાનું પરિણામ ૮૪.૯૮% રહ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહ (કોમર્સ) માટે બોર્ડનું પરિણામ ૯૩.૦૭% અને નવસારી જિલ્લાનું પરિણામ ૯૫.૬૧% જાહેર કરવામાં આવ્યું છે. આ અન્વયે ડિવાઇન પબ્લિક સ્કૂલે રાજ્ય અને જિલ્લામાં સરેરાશ કરતાં વધુ ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે.

કોમર્સ વિભાગમાં ૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને ૧૦ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૫ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યા છે. આ સફળતા શાળાની પ્રતિબદ્ધ શિક્ષણ પદ્ધતિ, કઠિન પરિશ્રમ અને શિક્ષકોની નિષ્ઠાનું ઉત્તમ પ્રતિબિંબ છે.

કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કસુંદ્રા આયુષી દિનેશભાઈએ ૯૯.૭૫ પર્સેન્ટાઇલ સાથે શાળામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે અને સ્ટેટિસ્ટિક્સ તથા એકાઉન્ટ્સ બંને વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાહ પિન્ટુ ગૌતમકુમાર (૯૯.૫૫), શાહ સુકૃતિ પંકિતકુમાર (૯૯.૪૮), કોરાટ દક્ષ સુરેશભાઈ (૯૯.૪૩), મોદી ઈશા નિતેશકુમાર (૯૯.૩૯) અને મેહતા રિયા પ્રવીન (૯૯.૨૫) અને સ્ટેટિસ્ટિક્સ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે, આમ કુલ ૬ વિદ્યાર્થીઓએ ૯૯ પર્સેન્ટાઇલથી વધુ પરિણામ સાથે શાળાના ઇતિહાસમાં ઐતિહાસિક સફળતા નોંધાવી છે.

શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે તથા એમના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવ્યા છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *