રાજયનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા આવ્યુ:નવસારી જિલ્લાનું 95.61% પરિણામ આવ્યું
- Local News
- May 5, 2025
- 1 Comment
ગુજરાતમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા 516 કેન્દ્ર પર લેવામાં આવી હતી. 3 લાખ,62 હજાર 506 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 3 લાખ,37 હજાર જેટલા વિદ્યાર્થી પાસ થયા છે. આ સાથે જ સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર થયુ છે. જેમાંથી 90.78 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. તો 95.23 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે.ગુજરાતી માધ્યમનું પરિણામ 93.07 ટકા આવ્યુ છે. તો અંગ્રેજી માધ્યમનું 93.97 ટકા પરિણામ આવ્યુ છે. જે ગયા વર્ષના 91.93% કરતા 1.14% વધારે છે.
જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 22,710 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 21,571 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 9785 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.36 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 24,107 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 22,897 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 12,746 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 55.67 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 8317 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 7878 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3369 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 42.76 % ટકા આવેલ છે.
રાજ્યમાં 2005 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે માત્ર 21 શાળાઓનું પરિણામ 10% થી ઓછું રહ્યું છે. વિદ્યાર્થીઓમાં 90.78% અને વિદ્યાર્થીનીઓમાં 95.23% પરિણામ નોંધાયું છે.બનાસકાંઠા જિલ્લો સૌથી વધુ 97.20% પરિણામ સાથે પહેલા ક્રમે રહ્યો છે.જ્યારે વડોદરા જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 87.77% રહ્યું છે.વિદ્યાર્થીઓનું કુલ પરિણામ 90.78% અને વિદ્યાર્થીનીઓનું પરિણામ 95.23% રહ્યું,જેથી વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓ કરતા 4.45% વધુ પરિણામ આવ્યુ છે.

નવસારી જિલ્લાનું 95.61% આવ્યું છે. નવસારી સામાન્ય પ્રવાહ રીઝલ્ટ આ પ્રમાણે આવ્યું છે. નવસારી જિલ્લામાં 7167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 7127 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં A1 ગ્રેડમાં 89 A2 ગ્રેડમાં 574, B1 ગ્રેડમાં 1517, B2 ગ્રેડમાં 2142, C1 ગ્રેડમાં 1787, C2 ગ્રેડમાં 666, D ગ્રેડમાં 38 E ગ્રેડમાં1 તો 353 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ કેન્દ્ર પ્રમાણે વિશ્લેષણ
નવસારીના બીલીમોરા કેન્દ્રનું પરિણામ 96.22 % આવ્યું છે. બીલીમોરા કેન્દ્ર પર 661 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા. 661વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 636 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 25 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારીના ચીખલી કેન્દ્રનું પરિણામ 96.01%આવ્યું છે. ચીખલી કેન્દ્ર પર 584 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.576 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.553 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 31 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના નવસારી કેન્દ્રનું પરિણામ 95.30 આવ્યું છે. નવસારી કેન્દ્ર પર 1617 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા. 1617 ઉપસ્થિત રહ્યા હતા. 1541 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 76 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના વાંસદા કેન્દ્રનું પરિણામ 92.66 આવ્યું છે. વાંસદા કેન્દ્ર પર 355 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા. 354 ઉપસ્થિત રહ્યા હતા. 328 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 27 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના ખેરગામ કેન્દ્રનું પરિણામ 95.52 આવ્યું છે. ખેરગામ કેન્દ્ર પર 204 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા. 201 ઉપસ્થિત રહ્યા હતા.192 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 12 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના ખડસુપા કેન્દ્રનું પરિણામ 96.52 આવ્યું છે. નવસારી કેન્દ્ર પર 345 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા. 345 ઉપસ્થિત રહ્યા હતા. 333 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 12 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના ઉનાઈ કેન્દ્રનું પરિણામ 94.29 આવ્યું છે. ઉનાઈ કેન્દ્ર પર 281 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા. 280 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 264 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 17 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના વિજલપોર કેન્દ્રનું પરિણામ 93.59 આવ્યું છે. વિજલપોર કેન્દ્ર પર 529 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.515 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 482 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 47 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના અમલસાડ કેન્દ્રનું પરિણામ 93.73 આવ્યું છે. અમલસાડ કેન્દ્ર પર 255 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.255 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 239 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 16 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના પીપલખેડ કેન્દ્રનું પરિણામ 90.67 આવ્યું છે. પીપલખેડ કેન્દ્ર પર 499 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.498 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 492 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 7 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના આંબાબારી કેન્દ્રનું પરિણામ 90.67 આવ્યું છે. આંબાબારી કેન્દ્ર પર 268 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.268 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 243 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 25 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના ઉનાઈ કેન્દ્રનું પરિણામ 94.87 આવ્યું છે. વિજલપોર કેન્દ્ર પર 281 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.273 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 259 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 22 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના દિગેન્દ્રનગર કેન્દ્રનું પરિણામ 95.38 આવ્યું છે. દિગેન્દ્રનગર કેન્દ્ર પર 347 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.346 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 330 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 17 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના પ્રતાપ નગર કેન્દ્રનું પરિણામ 97.53 આવ્યું છે. પ્રતાપ નગર કેન્દ્ર પર 286 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.283 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 276 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 10 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના રૂમલા કેન્દ્રનું પરિણામ 98.49 આવ્યું છે. રૂમલા કેન્દ્ર પર 464 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.464 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 457 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 7 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
નવસારી જિલ્લાના કાંગવઈ કેન્દ્રનું પરિણામ 98.92 આવ્યું છે. વિજલપોર કેન્દ્ર પર 185 વિદ્યાર્થી ઉમેદવારો નોંધાયા હતા.185 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 183 ઉમેદવાર વિદ્યાર્થીઓ સફળ થયા છે. 2 વિદ્યાર્થીઓએ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું
1 Comments
Great