ગુજરાત રાજ્યનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ જાહેર:નવસારી જિલ્લાનું પરિણામ 84.98 % પરિણામ નોંધાયું
- Local News
- May 5, 2025
- No Comment
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી પરીક્ષામાં વિધાર્થીઓ 1,10,398 ઉપસ્થિત રહ્યા હતા. આ પૈકી 83,987 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.ગ્રુપ-વાઇઝ પરિણામોમાં A ગ્રુપનું 91.90% અને B ગ્રુપનું 78.72% છે.
રાજયમાં જિલ્લા પ્રમાણે અને કેન્દ્ર વાઇઝ પણ વિશ્લેષણ આ પ્રમાણે છે.મોરબી જિલ્લો ગુજરાતમાં સૌથી ઉંચી 92.91% ટકાવારી સાથે પ્રથમ ક્રમે રહ્યો છે.જ્યારે દાહોદ જિલ્લો 49.15% સાથે છેલ્લા ક્રમે રહ્યો છે. કેન્દ્ર વાઇઝ પરિણામોમાં ગોંડલ કેન્દ્ર 96.60% ટકાવારી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે.જ્યારે દાહોદ કેન્દ્ર 54.48% સાથે છેલ્લા ક્રમે રહ્યું છે.
નવસારી જિલ્લાનું પરિણામ 84.98 % નોંધાયું છે. નવસારી જિલ્લામાં વિધાર્થીઓ 4021 નોંધાયા હતા. 4015 વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લા ગ્રુપ વાઈઝ પરિણામ આ પ્રમાણ રહેવા પામ્યું છે A 1 ગ્રેડ 58, A2 ગ્રેડ 335, B1 ગ્રેડ 540, B2 ગ્રેડ 734,C1 ગ્રેડ 869, C2 ગ્રેડ 710, D ગ્રેડ 165 E1 ગ્રેડ 1,609 વિધાર્થીઓએ પરિણામ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું.

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું નવસારી જિલ્લામાં ચાર કેન્દ્ર વાર પરિણામ આ પ્રમાણે છે
બીલીમોરા સેન્ટરનું પરિણામ 87.16 આવ્યું છે. બીલીમોરા સેન્ટર નોંધાયેલ વિધાર્થીઓ 733 સંખ્યા રહેવા પામી હતી.732 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. 638 વિધાર્થીઓ પરીક્ષા પાસ કરી હતી.95 વિધાર્થીઓ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું.
ચીખલી સેન્ટરનું પરિણામ 79.86 આવ્યું છે. ચીખલી સેન્ટર નોંધાયેલ વિધાર્થીઓ 1257 સંખ્યા રહેવા પામી હતી.1256 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. 1003 વિધાર્થીઓ પરીક્ષા પાસ કરી હતી.254 વિધાર્થીઓ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું.
નવસારી સેન્ટરનું પરિણામ 89.23 આવ્યું છે.નવસારી સેન્ટર નોંધાયેલ વિધાર્થીઓ 1551 સંખ્યા રહેવા પામી હતી.1384 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. 638 વિધાર્થીઓ પરીક્ષા પાસ કરી હતી.167 વિધાર્થીઓ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું.
વાંસદા સેન્ટરનુંપરિણામ 81.30 આવ્યું છે. વાંસદા સેન્ટર નોંધાયેલ વિધાર્થીઓ 480 સંખ્યા રહેવા પામી હતી.476 વિધાર્થીઓ પરીક્ષા આપી હતી. 387 વિધાર્થીઓ પરીક્ષા પાસ કરી હતી.93 વિધાર્થીઓ નીડ ઈપ્રુમેન્ટ કરવું રહ્યું.