આખરે ભારતનો પ્રત્યાઘાત: ઓપરેશન સિંદૂર’થી આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ: નવસારીના પૂર્વ સૈનિકોએ પહેલગામ હુમલાના જવાબને આવકાર્યો, દેશની સુરક્ષા માટે ફરી સેવા આપવા તૈયાર  જુઓ વિડિઓ

આખરે ભારતનો પ્રત્યાઘાત: ઓપરેશન સિંદૂર’થી આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ: નવસારીના પૂર્વ સૈનિકોએ પહેલગામ હુમલાના જવાબને આવકાર્યો, દેશની સુરક્ષા માટે ફરી સેવા આપવા તૈયાર  જુઓ વિડિઓ

પહેલગામ આતંકી હુમલાના 15 દિવસ પછી ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાની અધિકૃત કાશ્મીર (PoK)માં ફરી એકવાર પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠનો સામે તીવ્ર પ્રહાર કર્યો છે. મંગળવારે મધરાત્રિ પછી ભારતીય સેનાએ સફળ રીતે “ઓપરેશન સિંદૂર” અમલમાં મૂક્યું હતું જેમાં માત્ર 33 મિનિટમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા છે.

ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરેલા આ સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે મુઝફફરાબાદ, બાગ, કોટલી, બહાવલપુર, મુરીદક જેવા વિસ્તારોમાં લશ્કર એ તોયબા અને જૈશ એ મહમ્મદના ઠેકાણાઓ નાશ પામ્યા છે. ખાસ કરીને સવાઈ નાલા કેમ્પ, જે LOCથી માત્ર 30 કિમી દૂર છે, ત્યાં રહેતા આતંકીઓ પહેલગામ સહિતના અનેક હુમલાઓ માટે જવાબદાર હતા.

ઓપરેશન સિંદૂરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. નવસારીના માજી સૈનિકોએ આ કાર્યવાહીને વધાવી લીધી છે. તેમણે સરકાર અને સેનાની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે.

માજી સૈનિકોએ પોતાના સૈન્ય જીવનના અનુભવો શેર કર્યા હતા. તેમણે અગાઉ વર્ષ 1963 હોય કે 1971 હોય કે કારગિલ યુદ્ધ સામે પાકિસ્તાન સામેની કાર્યવાહીઓમાં ભાગ લીધેલો હતો. તેઓએ જણાવ્યું કે પાકિસ્તાનને હજુ પણ વધુ કડક જવાબ આપવાની જરૂર છે.માજી સૈનિકોએ સરકારના પગલાની પ્રશંસા કરી છે અને નવસારીના માજી સૈનિકોએ સર્વકાલીન ન્યૂઝ સાથે વાતચીતમાં તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો

https://youtu.be/q_dFVjn4tx0?si=AHkZejYtNtFSUIO3

નવસારીના માજી સૈનિકોએ જાહેરાત કરી છે કે જો દેશને જરૂર પડશે તો તેઓ ફરીથી સરહદ પર જઈને દેશની સુરક્ષા માટે લડવા તૈયાર છે. તેમણે દુશ્મનોનો સામનો કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે. નવસારીના માજી સૈનિકોના આ નિવેદનથી દેશભક્તિની ભાવના પ્રગટ થાય છે.

‘ઓપરેશન સિંદૂર’ એ 22 એપ્રિલના હુમલામાં શહીદ થયેલા જવાનોની પત્નીઓને સમર્પિત નામ છે. હુમલા દરમિયાન ફાઇટર જેટ્સ અને મિસાઇલોના ગર્જનાથી મુઝફફરાબાદના નાગરિકો રાત્રે ઘરની બહાર નીકળી પડ્યા હતા. સ્થાનિક સ્તરે ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ એરસ્ટ્રાઈકમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર મરાયા હોવાની આશા છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાતભર આ ઓપરેશનનું મોનિટરિંગ કર્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *