પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પીઓકે અને પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત રાજ્યના આ મહાદેવ મંદિરમાં ‘ઓપરેશન સિંદૂર’નો કરાયો શણગાર

પહેલગામ ખાતે થયેલા બર્બર આતંકવાદી હુમલામાં નિર્દોષ સહેલાણીઓના ધર્મ પૂછીને કરાયેલા હત્યાકાંડથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી હતી. આ દુર્ઘટનાને પગલે ભારત સરકારે પીઓકે તથા પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને “ઓપરેશન સિંદૂર” દ્વારા તે જ આતંકીઓને કડક જવાબ આપ્યો છે. આ કાર્યવાહી માત્ર આતંકવાદી તત્વોને નાબૂત કરવા માટે નહોતી પરંતુ દેશના રાષ્ટ્રવાદને વધુ પ્રબળ પણ બનાવે છે. ત્યારે આ ઓપરેશન સિંદૂર નવસારીના એક શિવ મંદિર અનોખો શણગાર મંદિરમાં કરવામાં આવ્યો છે.

https://youtu.be/1jimnAMil3M?si=t0qU1muLtLnuz94V

નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આ શણગાર કરવામાં આવ્યો છે. આ શણગાર સાથે પાકિસ્તાની આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવાની ક્ષણને ઉજવાઇ હતી.એર સ્ટ્રાઈક બાદ આ બદલો પૂરો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.જોકે મંદિરોમાં આ ઓપરેશનને અનોખી રીતે શણગારવામાં આવ્યા છે.

પહેલગામનો બદલો લેવા ભારતે ચલાવેલ ઓપરેશન સિંદૂરની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.ત્યારે નવસારીના પૌરાણિક એક શિવ મંદિરમાં મહાદેવને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. નવસારી શહેરના મધ્યમાં આવેલ પૌરાણિક દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે “ઓપરેશન સિંદૂર”ને સમર્પિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મંદિરના ગર્ભગૃહમાં અક્ષત અને પુષ્પોથી દેશની સેનાને આભાર ભાવ વ્યક્ત કરવા માટે બનાવવામાં આવ્યું છે.

આની સાથે જ  પહેલગામની દુખદ ઘટનાથી વ્યથિત મહિલાની આંસુઓને પ્રતિબિંબિત કરતી એક લાગણીસભર રંગોળી પણ બનાવીને અનોખી રીતે રાષ્ટ્રભક્તિ જગાડવાનો ભગીરથ પ્રયાસ સાથેજ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે નિષ્ઠા એકતા અને અખંડતા માટે આગળ વધવા પ્રેરણા દર્શનાર્થીઓને મળે તે માટે કરવામાં આવ્યું છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *