નવસારીના ડૉ. મયુર પટેલની ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટેકનિકલ ઓફિશ્યલ તરીકે નિમણૂંક કરાઈ
- Local News
- May 12, 2025
- No Comment
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 રાજગીર, બિહાર ખાતે યોજાનાર છે.આ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રમતોત્સવમાં નવસારી જિલ્લાના ગૌરવ, નારણ લાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ. મયુર પટેલને ટેકનિકલ ઓફિશ્યલ તરીકે નિમણૂક મળી છે.
ડૉ. મયુર પટેલ ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના એક્ઝીક્યુટિવ કમિટીના સભ્ય તેમજ નેશનલ રેફરી છે. ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ વેઇટલિફ્ટિંગ એસોસિએશનના સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે.
આ સિદ્ધિ બદલ તેમના સહકર્મીઓ, વિદ્યાર્થીમિત્રો અને રમતગમત જગતમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. નારણ લાલા કોલેજના ચેરમેન મહેશ કંસારા, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. વી.ડી.નાયક, કો-ઓર્ડિનેટર ખ્યાતીબેન કંસારા, આચાર્ય ડૉ. ચિરાગીબેન દેસાઈ, ડૉ. સુનીલભાઈ નાયક અને વેઇટલિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર સેલાર સહિતના અગ્રણીઓએ ડૉ. મયુર પટેલને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.