નવસારીમાં મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વિરુદ્ધ ડ્રાઈવ, 21 કિલો જથ્થો જપ્ત, ₹12,000 દંડ વસૂલ કર્યો
- Local News
- May 20, 2025
- No Comment
નવસારીમાં મહાપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક ઉપયોગ ટાળવા માટે કાર્યવાહી હાથ ધરાઈ, હવે દંડ ભરવો પડશે
નવસારી શહેરને સ્વચ્છ અને તેમજ બીન ઉપયોગી પ્લાસ્ટિક મુકત કરવા સાથે શહેરી વિસ્તારને પર્યાવરણ અનુકૂળ બનાવવાના હેતુથી નવસારી મહાનગર પાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરમાં બે દિવસ દરમિયાન પાલિકાની ટીમે દ્વારા જુદા જુદા વેપારિક વિસ્તારોમાં તથા ડેપો રોડ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કુલ 21 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને ₹12,000 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

શહેરમાંથી દંડ અને જપ્ત કરાયેલા પ્લાસ્ટિકની વિગતો:
1. રજવાડી જનરલ સ્ટોર માંથી 2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹2,000 દંડ કરવામાં આવ્યો હતો
2. નવદુર્ગા પ્રોવિઝન સ્ટોર માંથી 4 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹3,000 દંડ કરવામાં આવ્યો હતો
3. ઉમિયા એજન્સી માંથી 3 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹1,000 દંડ કરવામાં આવ્યો હતો.
4. રાજહંસ જનરલ સ્ટોર માંથી 2 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹1,000 દંડ કરવામાં આવ્યો હતો
5. અરિહંત જનરલ સ્ટોર માંથી 10 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને ₹5,000 દંડ કરવામાં આવ્યો હતો
નવસારીના નાગરિકોને અપીલ:
નવસારી મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી થેલીઓ અને અન્ય નોન-ઓથોરાઈઝ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા તેમજ નાગરિકોનું સહકાર સાથે શહેરને પર્યાવરણ મિત્ર બની અને સ્વચ્છ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપવા રહ્યો.