જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા: સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ સહિત નવસારી જિલ્લામાં આવતીકાલે સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’ યોજાશે

જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા: સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓ સહિત નવસારી જિલ્લામાં આવતીકાલે સાંજે ૫ થી ૮ વાગ્યાં સુધી ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’ યોજાશે

રાત્રે ૦૮ થી ૦૮.૩૦ સુધી બ્લેકઆઉટ (અંધારપટ) માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઈટ/ વીજળી બંધ કરવા જિલ્લા તંત્રની અપીલ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર વિવિધ જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની ‘ઓપરેશન શિલ્ડ મોકડ્રિલ’નું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી જિલ્લામાં પણ સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન તા.૩૧-૦૫-૨૦૨૫ના રોજ સાંજે ૦૫ વાગ્યાં થી ૦૮ વાગ્યાં સુધી કરાયું છે.

 

આ સાથે, તૈયારી સ્વરૂપે, સાંજે ૦૮.૦૦ થી ૦૮:૩૦ વાગ્યાં દરમ્યાન હવાઈ હુમલો (એર રેઇડ) દરમિયાન સુરક્ષાની તૈયારી સ્વરૂપે નાગરિકો તથા તંત્ર દ્વારા કયા કયા પગલા લેવાના હોય તે અંગે મોકડ્રિલ યોજાશે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરી દેવામાં તથા આ સમય દરમિયાન રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો લાઇટ બંધ કરી ગાડીઓ સલામતી પૂર્ણ રસ્તાની સાઇડમાં પાર્ક કરી દે તથા દુકાનદારો અને સ્ટોરના માલિકો નિયોન કલરના બોર્ડને ઢાંકી દેવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *