૧૯મી જૂન ૨૦૨૫ વિશ્વ સિકલસેલ દિવસ:આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરાઇ
- Local News
- June 19, 2025
- No Comment
૧૬૯ વિઘાર્થીઓને સિકલસેલ એનિમીયા વિશે માહિતગાર કરી પોષણ યુક્ત આહાર કિટનું વિતરણ કરાયું
“સિકલસેલ નિર્મૂલન અભિયાન” અંતર્ગત “વિશ્વ સિકલસેલ દિવસ”ની ઉજવણી આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
આદર્શ નિવાસી શાળા સિસોદ્રા નવસારી ખાતે “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણી દરમ્યાન ૧૬૯ વિઘાર્થીઓને સિકલસેલ એનિમીયા વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્ર્મ દરમ્યાન વિઘાર્થીઓની સિકલસેલ તપાસ કરવામાં આવી હતી. સિકલસેલ ડિસીઝ વિદ્યાર્થીઓને પોષણ યુક્ત આહાર કિટનું વિતરણ કરી આહાર વિષયક રાખવાની વિશેષ સમજણ સિકલસેલ એનિમીયા કંટ્રોલ ઓફીસર ડૉ.ભાવેશભાઇ એસ પટેલ દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા આર સી એચ અધિકારી ડૉ.રાજેશ પટેલ દ્વારા પ્રીનેટલ ડાયગ્નોસીસ તેમજ સમાજમાંથી સિકલસેલ કેવી રીતે નાબુદ કરી શકાય તેની વિશેષ સમજણ આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાના દિશાસૂચન હેઠળ આજરોજ જિલ્લાના તમામ ૪૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ કેમ્પ જેમાં સિકલસેલ ડીસીઝ દર્દીઓની અને સગર્ભા માતાઓની મેડીકલ તપાસ,હિમોગ્લોબીનની તપાસ અને કાઉન્સેલીંગ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી નવસારી તથા મેડિકલ ઓફિસર મુનસાડ તેમજ ઇનચાર્જ આચાર્ય શ્રીમતી ચેતનાબેન કે બારીયા, શિક્ષકગણ, એપીએમ ડૉ.જયદિપ તેમજ સિકલસેલ કાઉન્સેલર અને PHC સ્ટાફ “સિકલ સેલ નિર્મૂલન અભિયાન “અંતર્ગત “વિશ્વ સિકલ સેલ દિવસ” ની ઉજવણીમાં સહભાગી થયા હતા.
