દરિયાઈ કરંટે વધાર્યો ભય: નવસારીના જલાલપોર તાલુકાના બોરસી ગામમાં પ્રોટેક્શન વોલ ન હોય પડકારરૂપ બનેલ પરિસ્થિતિ ને રાજ્ય સરકાર હવે ગામનું અસ્તિત્વ બચાવી શકે એમ છે?!
- Local News
- June 27, 2025
- No Comment
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલના પગલે દરિયામાં પણ તોફાની લહેરો અને તેજ કરંટ સર્જાયો છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના દરિયાકાંઠે બંને ગામો રહીશોમાં હાલ ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે.

દરિયામાં કરંટ વધતાં મોટા મોજા ઊછળી રહ્યા છે.ખાસ કરીને દરિયા કિનારે વસેલું બોરસી ગામ સર્વાધિક અસરગ્રસ્ત બન્યું છે.છેલ્લા ત્રણ દિવસથી એટલે અમાસ,એકમ અને આજે અષાઢી બીજ એમ ત્રણ ભરતીઓને લઈને ગામમાં ભરતીના પાણીનો પ્રવેશ થયો છે.ત્યાં રક્ષણકવચ એટલે કે પ્રોટેક્શન વોલ ન હોવાને કારણે દરિયાની લહેરો સીધી ગામમાં ઘૂસીને નુકસાન પહોંચાડી રહી છે.
https://youtu.be/1Y9R5HZrd1s?si=ma62NABJfkNRMJao
પાણી ઘૂસતાં ગ્રામજનો મુશ્કેલીમાં:
ગામમાં દરિયું ઘૂસી જતા ખેતી તેમજ પીવાના પાણીને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો જીવન જરૂરિયાતો સાથે એકદમ ભાઈના નેજા હેઠળ જીવી રહ્યા છે. ભરતીના પાણી પ્રવાહે ઘણા ઘરો અને રસ્તાઓ અવારનવાર પાણીમાં ગરકાવ થઈ જતા રહે છે.

ખેતી અને પાણીની સમસ્યા ઊભી:
દરિયાઈ પાણીના પ્રવેશથી બોરસી ગામની ખેતીવાડી પણ ગંભીર અસર હેઠળ આવી છે.ભરતીનું ખારું પાણી ખેતરોમાં ફરી વળતાં પાકો નાશ પામવાનો ખતરો ઊભો થયો છે.એટલું જ નહીં ગામના મીઠા પાણીના તળાવો પણ દરિયાઈ ભરતીના કારણે ખારા થયા છે,જેના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

સરકાર સમક્ષ રક્ષણ દીવાલની માંગ:
ગામના અસ્તિત્વ સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.સ્થાનિકોનું કહેવું છે કે જો આવું જ ચાલુ રહેશે તો આવતા કેટલાક વર્ષોમાં બોરસી ગામ ન રહીને દરિયા હેઠળ સમાઈ જશે. ગામલોકોએ તાત્કાલિક રીતે રક્ષણ દીવાલ બાંધવાની માગ ઉઠાવી છે જેથી ભવિષ્યમાં આવી સ્થિતિથી બચી શકાય એમ છે.
નિષ્કર્ષ:
દરિયાઈ પ્રકૃતિના આકસ્મિક અને ક્રૂર સ્વરૂપ સામે હાલ બોરસી ગામ લાચાર બની ગયું છે. સરકાર અને તંત્રે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ જેથી આ તટીય ગામોનું રક્ષણ થાય અને સ્થાનિક નાગરિકોને જીવલેણ સંકટમાંથી બચાવી શકાય.





